Home /News /ahmedabad /

Ahmedabad Rathyatra : કેટલી પોળોમાં થાય છે જમણવાર? 2 લાખ લોકોએ કર્યો જમણવાર, ભીડ હોવા છતા કોઇ ભૂખ્યું ગયું નહીં 

Ahmedabad Rathyatra : કેટલી પોળોમાં થાય છે જમણવાર? 2 લાખ લોકોએ કર્યો જમણવાર, ભીડ હોવા છતા કોઇ ભૂખ્યું ગયું નહીં 

Ahmedabad Rathyatra : સરસપુર (Saraspur) વિસ્તારમાં આવેલી લુહારની શેરીમાં ભગવાન જગન્નાથનું સૌથી જૂનું રસોડું બનાવવામાં આવે છે. રસોડામાં 1000 કિલો બટાકાનું શાક 1000  કિલો મોહનથાળ 500 લિટર કઢી અને 1000  કિલો ખીચડી બનાવવામાં આવે છે

Ahmedabad Rathyatra : સરસપુર (Saraspur) વિસ્તારમાં આવેલી લુહારની શેરીમાં ભગવાન જગન્નાથનું સૌથી જૂનું રસોડું બનાવવામાં આવે છે. રસોડામાં 1000 કિલો બટાકાનું શાક 1000  કિલો મોહનથાળ 500 લિટર કઢી અને 1000  કિલો ખીચડી બનાવવામાં આવે છે

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે મોસાળ પહોંચે છે ત્યારે રથયાત્રા સાથે આવેલા ભક્તો તથા તમામ ખલાસીઓ માટે જમવા નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા સરસપુર આવેલા રણછોડરાય મંદિરમાં આવેલા ભક્તો એ પેટ ભરીને ભોજન નો પ્રસાદ લીધો હતો સરસપુર આવેલી 9 થી વધારે પોળમાં આ  વર્ષે રસોડાનું આયોજન કરવામાં આવ્યું હતું.

100 વર્ષ જૂનું સરસપુર રસોડું ફરી ધમધમતું થયું

સરસપુર વિસ્તારમાં આવેલી લુહારની શેરીમાં ભગવાન જગન્નાથનું સૌથી જૂનું રસોડું બનાવવામાં આવે છે. રસોડામાં 1000 કિલો બટાકાનું શાક 1000  કિલો મોહનથાળ 500 લિટર કઢી અને 1000  કિલો ખીચડી બનાવવામાં આવે છે  આ અંગે લુહાર ની શેરીમાં રહેતા પ્રવીણભાઈ પટેલે જણાવ્યું છે કે કોરોના વાઇરસને કારણે આ વર્ષે સરસપુર માં. ઉત્સાહ છે લુહારની શેરીમાં ૧૭૦૦થી ૧૮૦૦ લોકો એક સાથે મળીને રથયાત્રાના ત્રણ દિવસ પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દે છે આ વર્ષે સૌથી મોટા લુહાર ની શેરી ના રસોડામાં એક પણ ભક્ત ભૂખ્યો ના જાય એનું ધ્યાન રાખવામાં આવે છે

દર વર્ષે રથયાત્રામાં સરસપુરના જમવાનું કેવું હોય છે આયોજન?

સરસપુરની વિવિધ પોળમાં બે લાખથી વધુ લોકો માટે રસોડાની વ્યવસ્થા કરવામાં આવે છે.જેની પાછળ  કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે.. રથયાત્રાના દિવસે સરસપુરમાં  નવથી વધુ પોળોમાં રથયાત્રામાં આવેલા લાખો લોકો, સાધુ-સંતો,મહંતો સહિત રથયાત્રિકોને જમાડવા માટેની રસોઇની તૈયારીઓ કરવામાં આવે છે.રથયાત્રાના એક દિવસ પહેલા સરસપુરની વાસણશેરીમાં ભલાભગતના રણછોડજી મંદિર ખાતે  હજારો સાધુ-સંતો માટે વિશાળ ભંડારનું આયોજન કરવામાં આવે છે.. જેમાં આગંતુક સાધુ-સંતોને અકીલા પ્રેમ અને આદરપૂર્વક દાળ-ભાત, શાક, પૂરી, શીરો જમાડી  તેઓને દાન-દક્ષિણા આપી તેઓનું સન્માન કરવામા આવે છે. રથયાત્રા ના 1 દિવસ પહેલા દોઢક હજારથી વધુ સાધુ-સંતો માટે સરસપુરની વાસણશેરીમાં  વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે.. સર્વે સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને તેમની મહંતાઇ, અખાડા અને હોદ્દાની ગરિમા મુજબ દાન-દક્ષિણા  આપી સન્માન કરાય છે.

આ પણ વાંચો - Ahmedabad Rathyatra Live: દરિયાપુરમાં મુસ્લિમ સમાજે રથયાત્રાનું કર્યું સ્વાગત, કોમી એકતા અને શાંતિ તરીકે કબુતર ઉડાડીને સંદેશો આપ્યો

કેટલી પોળોમાં બને છે ભક્તો માટે રસોડું?

સૌથી મોટુ રસોડુ લુહાર શેરી અને વાસણ શેરીનું હોય છે. આ સિવાય સાળવી વાડ , પડિયાની પોળ, ગાંધીની પોળ, લીમડા પોળ, પીપળા પોળ, આંબલી વાડ(પાંચા વાડ), કડિયાવાડ, તડિયાની પોળ, સ્વામિનારાયણ મંદિર-આંબેડકર હોલ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન-જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. રથયાત્રિકો માટે ખાસ કરીને મહિલાઓ-બહેનો અને યુવતીઓ છેલ્લા એક સપ્તાહથી ભારે જહેમત ઉઠાવે છે.  પુરૂષવર્ગ તેમને આ સેવાકાર્યમાં જરૂરી મદદ પૂરી પાડે છે. રથયાત્રામાં શ્રદ્ધાળુઓ દ્વારા જ છેલ્લા કેટલાક દિવસથી જુદી જુદી પોળમાં ખાસ આયોજન કરવામાં આવે છે. વર્ષોથી આ પરંપરા પણ રહી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad jagganath rathyatra, Ahmedabad Rathyatra, Rathyatra, Rathyatra 2022, અમદાવાદ રથયાત્રા, ભગવાન જગન્નાથ રથયાત્રા, રથયાત્રા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन