Home /News /ahmedabad /Rath Yatra 2022: 144 વર્ષમાં પ્રથમવાર ભગવાન જગન્નાથને પહેરાવાશે સોના અને હીરાજડિત બખ્તર

Rath Yatra 2022: 144 વર્ષમાં પ્રથમવાર ભગવાન જગન્નાથને પહેરાવાશે સોના અને હીરાજડિત બખ્તર

ભગવાનના મુગટમાં જે ડિઝાઈન અને વર્ક કરવામા આવ્યું છે પહેલા ક્યારેય નથી કરાયું.

ભગવાનના મુગટમાં જે ડિઝાઈન અને વર્ક કરવામા આવ્યું છે પહેલા ક્યારેય નથી કરાયું. એટલે જગન્નાથનો મુગટ આ વખતે તેમની શોભામાં ચારચાંદ લગાવશે અને તેમનું રુપ વધુ મનમોહક લાગશે.

અમદાવાદ : રથયાત્રા (Rath Yatra)ને લઈને ભગવાનના મહામુલા વાઘા તૈયાર થઈ ચુક્યા છે. તો આ વખતે પહેલીવાર જગતનો નાથ (Jagannath)બખ્તર અને કુંડળ પણ ધારણ કરશે. આ વર્ષે વાજતે ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા (Rath Yatra 2022)નીકળશે. રથયાત્રા (Ahmedabad Rath Yatra)માં મોટી સંખ્યામાં ભક્તગણ જોડાશે અને ભગવાન સોળ શણગાર સજશે. ભગવાન જગન્નાથના મહામુલા વાઘાની ઝલકની વાત કરીએ તો આ સોનાથી સુશોભીત જાણે વાઘા તૈયાર કરાયા હોય તેવા વાઘા ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને ભાઈ બલરામને પહેરાવાશે. ખાસ બહારથી કારીગરો બોલાવી ભગવાનના વાઘા તૈયાર કરવાનું કામ કરાયું છે.

ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક, ટીક્કી વર્ક તેમજ મોરની ડિઝાઇન કરી રજવાડી વાઘા તૈયાર કરાયા છે. એકમના દિવસે સોનાવેશ દરમિયાન પીળા રંગના વાઘા જગતનો નાથ ધારણ કરશે. વાઘા ઉપરાતં સુભદ્રાજી માટેનો શણગાર પણ તૈયાર કરી દેવાયો છે. જેમાં જાતજાતની અને ભાતભાતની કારીગરી કરવામાં આવી છે. આ વખતનો ભગવાનનો વેશ ખૂબજ અદભૂત હશે કેમકે આ વખતે ભગવાનના શણાગારમાં કેટલીક ચીજોનો વધારો કરવામાં પણ આવ્યો છે.



ભગવાનના મુગટમાં જે ડિઝાઈન અને વર્ક કરવામા આવ્યું છે પહેલા ક્યારેય નથી કરાયું. એટલે જગન્નાથનો મુગટ આ વખતે તેમની શોભામાં ચારચાંદ લગાવશે અને તેમનું રુપ વધુ મનમોહક લાગશે. 144 વર્ષમાં ક્યારેય ભગવાનને બખ્તર નથી પહેરાવવામાં આવ્યું પણ છેલ્લા 19 વર્ષથી ભગવાનના વાઘા બનાવવાનું કામ કરતા સુનીલભાઈ સોનીનું કહેવું છે કે પહેલાના સમયમાં રાજાઓ સોના ચાંદીનું બખ્તર પહેરતા હતા. ત્યારે આ વખતે જગતનના નાથ માટે પણ બખ્તર તૈયાર કરવામાં આવ્યું છે. જેને જોતા લાગે કે જાણે તેમાં સોના અને હીર જડવામાં આવ્યા હોય.

આ પણ વાંચો-પ્રવેશોત્સવ પહેલા પ્રવાસી શિક્ષકની ફાળવણી, શાળા સંચાલક મંડળની માંગ પર મંજૂરીની મહોર

ભગવાનના કુંડળને પણ પહેલી વાર જ બનાવવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથના શણગારના વાઘા તૈયાર કરવામાં કારીગરો જાણે કે જીવ રેડી દે છે અને તેઓની આ મહેનત આપણને આ વાધા, મુગટ, બખ્તર અને કુંડળ થકી દેખાય છે.

આ પણ વાંચો-રથયાત્રા પહેલા અમદાવાદમાં કોરોનાએ માથું ઉચક્યું

તો ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા 1 લી જુલાઈના રોજ યોજાશે અને આ એ દિવસે ભગવાન સામેથી ભક્તોને દર્શન આપવા નીકળશે. તો આ વખતે ભક્તોમાં પણ બેવડી ખુશી જોવા મળી રહી છે કેમકે બે વર્ષ બાદ આખરે ભગવાનની આગતા સ્વાગતાનો મોકો ભક્તોને મળ્યો છે. ત્યારે જગતનાનાથની ખાતીરદારીમાં કોઈ કચાશ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Ahmedabad news, Jagannath Rath yatra, Rath Yatra, અમદાવાદ રથયાત્રા, ભગવાન જગન્નાથ રથયાત્રા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો