Home /News /ahmedabad /

Ahmedabad Rathyatara 2022: રથયાત્રામાં પત્ની રૂકમણીજીને ન લઇ જતા રિસાયા, ભગવાનને મંદિરની બહાર વિતાવવી પડી આખી રાત

Ahmedabad Rathyatara 2022: રથયાત્રામાં પત્ની રૂકમણીજીને ન લઇ જતા રિસાયા, ભગવાનને મંદિરની બહાર વિતાવવી પડી આખી રાત

અષાઢી સુદ ત્રીજના દિવસે સવારે ભગવાનને ગર્ભ ગૃહએ લાવવામાં આવ્યા છે

Ahmedabad News: ભગવાન જ્યારે સવારે નગરચર્યાએ નીકળ્યા તે સમયે ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે લઈને નીકળ્યા હતા, પરંતુ સૌથી વહાલી પટરાણી રુકમણીજી સાથે ના લઈ જતા, તે રિસાઈ ગયા હતા.

અમદાવાદ: ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) જમાલપુરમાં સ્થિત જગન્નાથ મંદિર (Jagannath Temple) ખાતે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં નીજ મંદિર પરત ફરી છે. જગતનો નાથ જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે વહેલી સવારે નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારેથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જે બાદ ભગવાન નીજ મંદિર તો પરત ફર્યા પરંતુ તેમને અષાઢી બીજીની (Ashadhi Bij) આખી રાત રથમાં જ ગુજારવી પડી હતી.

સૌથી વ્હાલા પટરાણી રિસાયા

ભગવાન કૃષ્ણે સૌથી વ્હાલા પટરાણી રૂકમણીજી હતા.ભગવાન જ્યારે સવારે નગરચર્યાએ નીકળ્યા તે સમયે ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે લઈને નીકળ્યા હતા, પરંતુ સૌથી વહાલી પટરાણી રુકમણીજી સાથે ના લઈ જતા, તે રિસાઈ ગયા હતા. જ્યારે ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે નગરચર્યાથી પરત ફર્યા ત્યારે રુકમણીજીએ દ્વાર ના ખોલ્યા. જેના કારણે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા બહાર સુઈ રહેવું પડયું હતું. તેથી લોકવાયકા પ્રમાણે ભગવાન જગન્નાથજીને આજની રાત્રી રથમાં જ પસાર કરવી પડશે.

આ પણ વાંચો:  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

સવારે નજર ઉતારવાની વિધિ

અષાઢી સુદ ત્રીજના દિવસે સવારે ભગવાનને ગર્ભ ગૃહએ લાવવામાં આવ્યા છે. ભગવાનને મંદિરમાં લાવે એ પહેલા રથ પર જ ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવશે. નગરચર્યા દરમિયાન ભગવાનને કોઈની નજર ટોક લાગી હોય તો તેને ઉતારીને પછી પૂજા કરવામાં આવશે.પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનને મંદિરમાં લાવવામાં આવશે.આમ વર્ષમાં એક જ વાર રથમાં જ આરતી કરવામાં આવે છે અને ભગવાન રથમાં શયન કરે છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આરતી કરવામાં આવી

રાજ્યના ગૃહ મંત્રી દ્વારા ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી હતી. જે બાદ સમાજને સંદેશો પણ તેમના દ્વારા આપવામાં આવ્યો કે રથયાત્રા કોમી એકતાનું પ્રતીક છે અને  રથયાત્રાના દિવસે દરેક સમાજના લોકોએ એક સાથે એક જૂથ મળીને ભગવાન જગન્નાથની યાત્રા સંપન્ન કરી છે જેને લઈને તેઓ ખરા દિલ થી તમામ નો આભાર માને છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, રથયાત્રા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन