Home /News /ahmedabad /

અમદાવાદ: રક્ષાબંધન પર મહિલાઓને મળી ખાસ ભેટ, લેવાયો આ નિર્ણય

અમદાવાદ: રક્ષાબંધન પર મહિલાઓને મળી ખાસ ભેટ, લેવાયો આ નિર્ણય

મહિલાઓને એએમટીએસમાં મુસાફરી ફ્રી જાહેર કરવાનો નિર્ણય કરાયો છે

આ પવિત્ર તહેવાર નિમિત્તે એએમટીએસ દ્વારા બહેનોની મુસાફરી માટે વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ: રક્ષાબંધન (raksha bandhan) તહેવાર નિમિત્તે બહેનો પોતાના વ્હાલ સોયા ભાઇને રાખડી બાંધી રક્ષા કવચ પહેરાવે છે, ત્યારે આ પવિત્ર તહેવાર નિમિત્તે એએમટીએસ દ્વારા બહેનોની મુસાફરી માટે વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મહિલાઓને એએમટીએસ (AMTS)માં મુસાફરી ફ્રી (Free travel) જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ 10 વર્ષથી નાના બાળકો માટે પણ મુસાફરી ફી કરાઇ છે.

એએમટીએસના ચેરમેન વલ્લભભાઇ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. તેમજ આવતીકાલે એટલે 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ છે. રક્ષાબંધન તહેવાર નિમિત્તે મહિલાઓ માટે એએમટીએસ બસમાં ફ્રી મુસાફરી જાહેર કરાઇ છે. રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઇના ઘરે રાખડી બાંધવા જતી હોય છે, ત્યારે અગાઉ રક્ષાબંધન પર્વ પર માત્ર 10 રૂપિયામાં આખો દિવસ મુસાફરી કરી શકતા હતા. પરંતુ ચાલુ વર્ષે એએમટીએસ મહિલાઓના હિતમાં નિર્ણય કર્યો છે. રક્ષાબંધન પર્વ પર મહિલાઓ તથા બાળકોને આખા દિવસ દરમિયાન એએમટીએસની બસમાં ફ્રી મુસાફરી કરી શકશે. બાળકોમાં 10 વર્ષથી નાના બાળકોને સંપૂર્ણ ફી રહેશે, પરંતુ તેની ઉપરના બાળકોની ટિકિટ થશે.

આ પણ વાંચો: વડોદરા: ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું શંકાસ્પદ મોત, વીડિયોમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

વધુમાં એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અતંર્ગત આગામી 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી એએમટીએસની ઓફિસ , દરેક ટર્મિનસ, કન્ટ્રોલ પોઇન્ટ , ડેકોરેટીવ શેલ્ટર , તમામ ડેપો ઉપર દરેક બસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવશે. એએમટીએસ ટર્મિનલ્સ અને જીપો ઉપર રોશની કરવામાં આવશે. અગાઉ રક્ષાબંધન તહેવાર નિમિત્તે એએમટીએસ દ્વારા મહિલા-બહેનો માટે 10રૂપિયા અને બાળકો માટે 5 રૂપિયાની ટિકિટ હતી. વર્ષ 2021-22માં 20,402 મહિલાઓ, 5187 બાળકો મુસાફરી કરી હતી.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News, Raksha Bandhan 2022

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन