Home /News /ahmedabad /અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અંધારપાટ!

અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અંધારપાટ!

અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Ahmedabad Rain: અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાંજના સમયે શહેરમાં કાળા વાદળો ધેરાતા અંધારું છવાયું

    અમદાવાદ: રાજ્યમાં ભારે બફારા બાદ વરસાદની વધામણા થયા છે, ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાઇ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાંજના સમયે શહેરમાં કાળા વાદળો ધેરાતા અંધારું છવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યાં જ ભારે વરસાદની લીધે ઘણી જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે.

    ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા રાહત મળી છે. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. દાહોદ, લીમડી, ઝાલોદ, ફતેપુર, સિંગવડમાં વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે. તાલાળા ગીર અને વેરાવળ પંથક, માથાસુલિયા, ભેટાલી અને લુંભામાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

    નોંધનીય છે કે, ચોમાસામાં ઉનાળાની ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી લોકો ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ભાદરવામાં લોકો કાળઝાળ ગરમીના અહેસાસ ત્રાસી રહ્યા હતા, ત્યારે ગઇકાલથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતાં રાહત અનુભાઇ છે. નોંધનીય છે કે, સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં 5 ડિગ્રી તાપમાન વધુ જોવા મળી રહ્યું છે.

    ભારે બફારા બાદ લગભગ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વલસાડ, સુરત, નવસારી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. બીજી બાજુ, 13 અને 14 સેપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad rain, Gujarat rain, Gujarat Rain Forecaste, Heavy rain

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन