Home /News /ahmedabad /

Ahmedabad Rain: અમદાવાદ સાવધાન: વાસણા બેરેજના 24 દરવાજા ખોલાયા, આસપાસના ગામોને એલર્ટ કરાયા

Ahmedabad Rain: અમદાવાદ સાવધાન: વાસણા બેરેજના 24 દરવાજા ખોલાયા, આસપાસના ગામોને એલર્ટ કરાયા

વાસણા બેરેજ

Ahmedabad news: આ સાથે વાસણા બેરેજની હાલની સપાટી 127 ફૂટ થઇ છે. જેના 24 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલું પાણી 21630 છે.

    અમદાવાદ: છેલ્લા થોડા દિવસથી શહેરમાં (Ahmedabad Rain) વરસાદી માહોલ છવાયો છે. નર્મદા કેનાલ, સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી કુલ 76400 ક્યુસેક પાણી સાબરમતીમાં (Sabarmati river) છોડાયું છે. આજે વહેલી સવારથી સાબરમતી નદીનાં (Sabarmati river) ધસમસ્તા પ્રવાહ જોવા મળી રહ્યા છે. આ સાથે આજે વાસણા બેરેજના 24 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. વોકવે પર પાણી ભરાવાની સંભાવનાને પગલે સામાન્ય નાગરિક તેમજ કોઈપણ વ્યક્તિની અવરજવર ત્યાં બંધ કરી દેવામાં આવી છે.

    સાબરમતી નદીમાં છોડાયું પાણી


    આજે સવારે 8.50 કલાકેથી લાકોડા વીઅરનું જળ સ્તર 81.20 મીટર છે. હાલમાં લાકોડા વીઅરની નીચેવાસમાં 76400 ક્યુસેક્સ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલ છે. આજે સવારે સંત સરોવર, વાસણા બેરેજ અને ધરોઇ ડેમની જળસપાટીની સ્થિતિ આ પ્રમાણે છે. લોકડા વીઅરની હાલની જળ સપાટી 81.20 મીટર છે. જેના કારણે 8 મોટા અને 63 નાના ગેટ ખોલવામાં આવ્યા છે. જ્યારે 76400 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.


    વાસણા બેરેજની સપાટી 127 ફૂટ


    આ સાથે વાસણા બેરેજની હાલની સપાટી 127 ફૂટ થઇ છે. જેના 24 ગેટ ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલું પાણી 21630 છે. ધરોઇ ડેમની આજની સપાટી 188.68 મીટર નોંધવામાં આવી છે. જેના 4 ગેટ ખોલવામાં આવ્યા છે. સંત સરોવરની આજની સપાટી 51 મીટર નોંધાઇ છે. આ સાથે આ સરોવરના બધા જ ગેટ ફ્રી ફ્લોમાં ખોલવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં 20938 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.


    રિવરફ્રન્ટ વોક વે બંધ કરાયો


    ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી ગુરુવારે સવારે નવ વાગ્યાની આસપાસ અમદાવાદ સુભાષબ્રિજ સુધી પહોંચવાની શક્યતા છે. જેના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક વે જનતા માટે બંધ કરાયો છે. સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવનાને પગલે અમદાવાદના નદી કાંઠાના વિસ્તારો તથા ધોળકા તાલુકાના સાત ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, સાબરમતી રિવરફ્રન્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन