Home /News /ahmedabad /GT VS MI QUALIFIER 2: અમદાવાદમાં વરસાદથી ગુજરાતનો ફાયદો! હજારોની ટિકિટ ખરીદનાર ફેન્સને નુકસાન
GT VS MI QUALIFIER 2: અમદાવાદમાં વરસાદથી ગુજરાતનો ફાયદો! હજારોની ટિકિટ ખરીદનાર ફેન્સને નુકસાન
GT VS MI QUALIFIER 2
AHMEDABAD RAIN: ફેન્સના આશ્ચર્ય વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો ગુજરાત અથવા મુંબઈ બંનેમાંથી કોઈ એકને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. તો શું છે ગણિત? કોને થશે ફાયદો?
ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પ્રી ફાઇનલ એટલે કે ક્વોલિફાયર 2ની મેચમાં વરસાદનું વિઘ્ન આડુ આવતા મેચની મજા બગાડી હતી. અમદાવાદમાં ભારે વરસાદનાં કારણે હવે આજે મેચની શક્યતા નહિવત થઈ ગઇ છે. મોંઘા ભાવની ટિકિટો ખરીદીને મેચ જોવા આવેલા ફેન્સ પણ વિલે મોઢે પરત ઘરે ફરી રહ્યા છે.
ફેન્સના આશ્ચર્ય વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો ક્વોલિફાયર મેચમાં વરસાદ પડે અને મેચ રદ થાય તો ગુજરાત અથવા મુંબઈ બંનેમાંથી કોઈ એકને ભારે નુકસાન વેઠવું પડી શકે છે. જો વરસાદના કારણે મેચ રદ્દ થવાની સંભાવના હોય તો આ સિઝનમાં બંને ટીમોના પોઈન્ટ અને રન રેટને ધ્યાનમાં લઈને બીજા ફાઈનલિસ્ટનો નિર્ણય કરવામાં આવશે.
આજે અમદાવાદમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો સર્જાયો છે. ત્યારે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદના એસજી હાઇવે વિસ્તાર, પ્રહ્લલાદ નગર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, બોપલ, થલતેજ અને ચાંદખેડામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી 3 કલાક સુધી હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાત ટાઈટન્સને ફાયદો
આ મેચમાં વરસાદ પડતાં હવે મુંબઈ ઈન્ડિયન્સની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. જેનું કારણ લીગ મેચોમાં ટીમનું પ્રદર્શન છે, મુંબઈ તેમ ગુજરાતની સરખામણીમાં ઘણી પાછળ છે. ગુજરાતની ટીમે 14માંથી 10 મેચ જીતી હતી અને 20 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો.
પોઈન્ટ ટેબલમાં ટોપર ટીમ ગુજરાત ટાઈટન્સનો રન રેટ 0.809 હતો. બીજી તરફ મુંબઈની વાત કરીએ તો આ ટીમે 14 મેચમાં 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી અને રન રેટ માઈનસમાં રહ્યો હતો. જો વરસાદને કારણે ક્વોલિફાયર-2 રદ થાય છે, તો આંકડાઓ પર નજર કરીએ તો, હાર્દિક પંડ્યા એન્ડ કંપની રમ્યા વિના ફાઈનલની ટિકિટ કાપી શકે છે.
હજુ ફાયનલ પર પણ ખતરો
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહી કરીને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમ વિક્ષોભ)ના કારણે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 28-29 મેએ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.