Home /News /ahmedabad /અમદાવાદ: સ્કૂલના પીટી ટીચરે વિધાર્થીનીઓને મોકલ્યા અશ્લીલ મેસેજ!

અમદાવાદ: સ્કૂલના પીટી ટીચરે વિધાર્થીનીઓને મોકલ્યા અશ્લીલ મેસેજ!

પીટી ટીચરે વિધાર્થીનીઓને મોકલ્યા અશ્લીલ મેસેજ

Ahmedabad News: ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો અમદાવાદની હાઇ પ્રોફાઇલ સ્કૂલમાં સામે આવ્યો

અમદાવાદ: ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં સામે આવ્યો હતો. જેમાં સ્કૂલનો શિક્ષક વિધાર્થીનીને બીભત્સ મેસેજ કરતો કરતો હોવાનો આરોપ લાગ્યો હતો. જે મામલે સ્કૂલ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસમાં શિક્ષક કસૂરવાર સાબિત થતા શિક્ષક સામે કડક પગલાં ભરવામાં આવ્યા હતા. શિક્ષકને સ્કૂલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સાથે જ આ લડતમાં હવે વાલીઓની જીત થઈ છે. કેમ કે આ અંગે હવે પોલીસ ફરિયાદ પણ નોંધાતા પોલીસે પીટી ટીચર સામે ગુનો નોંધી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિદ્યાર્થીનીઓને અશ્લીલ મેસેજ કરતો હતો. સેન્ડ યોર પીક્સ, હોટ વન્સ.., આઈ લવ યુ, જેવા અનેક મેસેજ તેણે અનેક વિદ્યાર્થીનીઓને કર્યા હતા. જેના પુરાવા આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

તાજેતરમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ વિવાદમાં આવી હતી. જેમાં સ્કૂલમાં ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સ્કૂલનો પીટીનો જ શિક્ષક બીભત્સ મેસેજ કરતો હોવાનું સામે આવ્યું હતું. સ્કૂલમાં રવિરાજસિંહ પીટીનો શિક્ષક ધોરણ 9ની વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરતો હતો. શરૂઆતમાં સામાન્ય મેસેજ હોવાથી વિદ્યાર્થીનીઓ વાતચીત કરતી હતી. ત્યાર બાદ શિક્ષકે વિદ્યાર્થીનીઓને આઈ લવ યુ, આઈ મિસ યુ, મારે તને મળવું છે, સેન્ડ યોર હોટ પીક્સ સહિત અનેક મેસેજ કરતો હતો. જે બાદ પીટીના લેક્ચરમાં વિદ્યાર્થીનીઓ બહાર રમતી હોય ત્યારે તેમને ધ્યાનથી જોતો હતો. આ મામલે વિદ્યાર્થીનીઓએ સ્કૂલમાં રજૂઆત કરી હતી છતાં સ્કૂલ દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે  વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: નેશનલ ગેમ્સના છેલ્લા બે દાયકામાં ગુજરાતે કુલ 52 મેડલ્સ મળ્યા

વાલીઓનો વિરોધ અને ઉગ્ર રોષ જોતા સ્કૂલે કમિટી બનાવી તપાસ હાથ ધરી હતી. સ્કૂલે બનાવેલી ઇન્ટરનલ તપાસ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર પીટી શિક્ષક રવિરાજસિંહ પ્રવિણસિંહ ચૌહાણ કસુરવાર દોષિત સાબિત થયો હતો. શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથેની ગેરવર્તણુક સામે આવી હતી. જેના કારણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ દ્વારા શિક્ષકને સ્કૂલમાં પ્રવેશ નિષેધ કરાયો હતો. એટલું જ નહીં, સ્કૂલના કોઇપણ સ્ટાફ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ આગામી તપાસ માટે રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરશે તેવું પણ જાણવા મળ્યું હતું.

બીજી તરફ, હવે આ મામલામાં આરોપી રવિરાજસિંહ ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીએ ધો. 9માં ભણતી વિદ્યાર્થીનીઓને ઇસ્ટાગ્રામ આઇ.ડી. ઉપરથી can you send ur pics hot ones, તુ મને એકલામાં મળ.., I love natural personality  એવા બિભત્સ મેસેજો મોકલેલ હતા. આરોપી અનેક વાર મેસેજ કરી ડિલીટ પણ કરી દેતો હતો. જેથી હવે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કર્યા બાદ તેનો મોબાઈલ ફોન કબ્જે કરી એફ.એસ.એલની મદદથી આગાળની તપાસ હાથ ધરશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन