Home /News /ahmedabad /અમદાવાદ: મોંઘવારી વધતા રાવણના પૂતળાના ભાવ 30 ટકા વધ્યા, જાણો દશેરાએ અમદાવાદમાં ક્યાં-ક્યાં થશે રાવણ દહન

અમદાવાદ: મોંઘવારી વધતા રાવણના પૂતળાના ભાવ 30 ટકા વધ્યા, જાણો દશેરાએ અમદાવાદમાં ક્યાં-ક્યાં થશે રાવણ દહન

મોંઘવારી વધતા રાવણના પૂતળાના ભાવ 30 ટકા વધ્યા

Ahmedabad Prices of Ravana: આ વખતે અમદાવાદમાં 6 જગ્યાએ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ: નવરાત્રીને લઈ હાલ ગરબાનો ધમધમાટ તો ચાલી રહ્યો છે, પણ તેની સાથે વિજયાદશમી પર્વની ઉજવણીનો ધમધમાટ પણ જોવા મળી રહ્યો છે. પાછલા બે વર્ષમાં કોરોનાના કારણે ઘણી જગ્યાએ દશેરાએ રાવણ દહન કેન્સલ રહ્યા હતા, પણ આ વખતે અમદાવાદમાં 6 જગ્યાએ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. જાણો કેવી રીતે તૈયાર થાય છે રાવણનું પૂતળું અને અમદાવાદમાં ક્યાં ક્યાં થશે રાવણ દહનનું આયોજન?

આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવા વિજયાદશમી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેને લઈને રાવણના પૂતળા તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ વખત દશેરા પર્વના આયોજકોમાં પણ  રાવણ દહનને લઈ અનોખો ઉત્સાહ છે. જેને લઈ અમદાવાદમાં આ વખતે 6થી 7 જગ્યાએ રાવણ દહન થશે.

આ પણ વાંચો: વલસાડ: કાળી વિદ્યા કરનાર ભગતનું કેમ કરાયું હતું અપહરણ? થયો ચોંકાવનારો ખુલાસો

વર્ષોથી રાવણનું પૂતળું તૈયાર કરી વેંચતા મોસીનભાઈ જણાવે છે કે, આ વખતે 40થી 80 ફૂટના રાવણના પૂતળા બનાવવામાં આવ્યા છે. આગ્રાથી દોઢ મહિના પહેલાંથી જ કારીગરો રાવણના પૂતળા બનાવવા આવી ગયા છે. આ વખતે મોંઘવારીના કારણે રાવણના પૂતળાના ભાવમાં પણ વધારો છે. 10 ફૂટ રાવણનું પૂતળું અમે 12 હજારમાં વેંચતા હતા તેની કિંમત આ વખતે 15 હજાર છે.

અમદાવાદમાં આ વખતે 6 જગ્યાએ રાવણ દહનનું આયોજન છે. જેમાં એક ભાડજ હરેકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર, સાબરમતી, નાગરવેલ, મણિનગર અને ભુવાલડીમાં રાવણ દહનનું આયોજન છે. મહત્વનું છે કે, 20 ફૂટનું રાવણનું પૂતળું બનાવવાનું હોય તો 20 કિલો કાગળ, ગુંદર અને લાકડીઓ વપરાય છે. તેવી જ રીતે દારૂખાનું પણ લાગે છે. કારીગરો દોઢથી બે મહિના પહેલા અમદાવાદ આવી જાય છે અને રાવણ દહન બાદ ફરી આગ્રા પરત જતા રહે છે. બાકીના દિવસોમાં આ કારીગરી લગ્ન પ્રસંગોમાં લાઈટો લગાવવાનું કામ કરે છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Dussehra, Gujarat News

विज्ञापन
विज्ञापन