Home /News /ahmedabad /અમદાવાદઃ યુવતીનું કરાવ્યું ગર્ભ પરિક્ષણ, દીકરી જન્મતા પિતાએ કર્યું આવું

અમદાવાદઃ યુવતીનું કરાવ્યું ગર્ભ પરિક્ષણ, દીકરી જન્મતા પિતાએ કર્યું આવું

શહેરમાં રહેતી એક યુવતીએ તેની સાસુ, પતિ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad crime: અગાઉ યુવતીએ પતિ સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, નોંધાઇ પોલીસ ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ તેની સાસુ, પતિ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતીના લગ્ન બાદ જ્યારે તેને ગર્ભ રહ્યો ત્યારે તેના પતિ અને સાસુએ ગર્ભ પરિક્ષણ કરાવ્યું હતું. બાદમાં યુવતીએ દીકરીને જન્મ આપતા તેની સાસુ અને પતિને ગમ્યુ નહોતુ. દોઢેક મહિનો થયા બાદ બાળકીનો પિતા તેને ઘોડિયામાં સુતી હતી, ત્યારે જોર-જોરથી હીંચકા નાખવા લાગ્યો હતો. જેના કારણે બાળકીનું માથું બહાર આવી જતા અથડાઇ જતા બચી ગયું હતું. જેથી યુવતીએ ધીમે હીંચકો નાખવાનું કહેતા પતિ અને નણંદે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સમગ્ર બાબતને લઇને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાબો આવશે કે બેબી, તેના માટે કરાવ્યું ગર્ભ પરીક્ષણ

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય યુવતીના લગ્ન થોડા સમય પહેલા પાટણ ખાતે રહેતા યુવક સાથે થયા હતા. જે યુવક સાથે આ મહિલાના બીજા લગ્ન હતા. લગ્ન બાદ થોડા સમય સુધી લગ્નજીવન સારું ચાલ્યું હતું. પરંતુ ત્યારબાદ આ યુવતીને ગર્ભ રહેતા પાંચમો મહિનો ચાલતો હતો. ત્યારે બાબો આવશે કે બેબી આવશે તેના માટે ગર્ભ પરીક્ષણ કરાવવાની સાસુ અને પતિએ વાત કરી હતી, પણ યુવતીએ ગર્ભ પરીક્ષણ કરાવવાની ના પાડી હતી. તેમ છતાં પણ તેમના ડોક્ટર પાસે ગર્ભ પરીક્ષણ કરવા લઈ ગયા હતા.

આ પણ વાંચો: પાણીપુરીના કારણે સગા ભાઇએ ભાઇનો લીધો જીવ, પરિવાર વેર વિખેર

પતિએ ઉશ્કેરાઇને માર માર્યો હતો

આ વાતને લઈને અવારનવાર યુવતીને ગર્ભનો પાંચમો મહિનો ચાલતો હોવા છતાંય નાની-નાની બાબતમાં ઝઘડો કરી સાસુ અને પતિ હેરાન પરેશન કરતા હતા. યુવતીએ દીકરીને જન્મ આપતા જ સાસુ અને પતિને ગમ્યુ નહોતું. જ્યારે યુવતી હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે પતિ કે સાસુએ આ દીકરીને હાથમાં પણ લીધી નહોતી. આ દરમિયાન દીકરી દોઢેક માસની થઇ ત્યારે ઘોડિયામાં સૂઇ રહી હતી, ત્યારે યુવતીનો પતિ જોરથી હીંચકા નાખતા હતો ત્યારે બાળકીનું માથું બહાર આવી ગયું હતું. જેથી યુવતીએ દીકરીને વાગશે તેમ, કહી ઘોડિયું ધીમે નાખવાનું કહેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ગાળો બોલી માર માર્યો હતો.

યુવતીએ ખેતીમાં નાખવાની દવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો

પતિ અને નણંદ જેમ ફાવે તેમ બોલવા લાગતા યુવતીએ ખેતીમાં નાખવાની દવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે તેણે પાટણના ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. આ દરમિયાન યુવતી તેના પિયર આવી ગયા બાદ તેને પરત લેવા કોઇ આવતું નહોતું. જેથી યુવતીના પિતાએ સમાધાનના પ્રયાસ કર્યા હતા. છતાંય તેની કોઇ દરકાર ન રાખી લેવા ન આવતા સમગ્ર બાબતને લઇને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन