Home /News /ahmedabad /અમદાવાદ: મેચ પર હુમલાના પ્રિરેકોર્ડેડ મેસેજ વાયરલ કરનાર માસ્ટમાઇન્ડ અંગે પોલીસે કર્યા અનેક ખુલાસા  

અમદાવાદ: મેચ પર હુમલાના પ્રિરેકોર્ડેડ મેસેજ વાયરલ કરનાર માસ્ટમાઇન્ડ અંગે પોલીસે કર્યા અનેક ખુલાસા  

અમદાવાદ સાયબર ક્રાઇમ

Ahmedabad news: 12 પાસ રાહુલ પાસેથી સાયબર ક્રાઇમ પોલીસે 11 સીમબોક્સ, 168 સીમકાર્ડ કબજે કર્યાઃ રાહુલ વિદેશી લોકોના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: 'શિખ ફોર જસ્ટિસના સમર્થકો સ્ટેડિયમમાં ઘૂસી જશે. મેચના દિવસે લોકો સલામત રહેવા માંગતા હોય તો પોતાના ઘરમાં રહે' તેવી ખાલિસ્તાન મૂવમેન્ટ ચલાવતા ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં ધમકી વાયરલ કરનાર બે શખ્સોની સાયબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશથી ઝડપી લીધા હતા. બોગસ ટેલિફોન એક્સચેન્જ ઉભુ કરીને બલ્કમાં મેસેજ વાયરલ કરનાર માસ્ટમાઇન્ડ રાહુલે દુબઇમાં તાલીમ લીધી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રાહુલ પાંચ વખત દુબઇ ગયો હોવાનું પણ સામે આવ્યુ છે. જ્યાં તેણે ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવવાની તાલીમ લીધી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાયેલી ભારત ઓસ્ટ્રેલિયા મેચ પહેલાં લોકોમાં ડર ફેલાવવા માટે પ્રિરેકોર્ડેડ મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાલિસ્તાન મૂવમેન્ટ ચલાવતા ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં એવો ઉલ્લેખ હતો કે, મેચના દિવસે લોકો સલામત રહેવા માંગતા હોય તો પોતાના ઘરમાં રહે કેમ કે, શિખ ફોર જસ્ટિસના સમર્થકો સ્ટેડિયમમાં ઘૂસી જશે. આ મેસેજને લઇને એક્ટિવ બનેલી સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે મેસેજને ટ્રેસ કરીને તેને મધ્ય પ્રદેશના સતના જિલ્લામાંથી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહને ઝડપી લીધા હતા. પોલીસે તેમના ઘરે તપાસ કરતાં તેમની પાસેથી મેસેજ વાયરલ કરવા માટે વપરાતા 11 સિમબોક્સ અને 168 સીમ કાર્ડ કબજે લીધા હતા. નરેન્દ્ર અને રાહુલ પોતાના ઘરમાં જ બોગસ ટેલિફોન એક્સચેન્જ ધરાવતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું છે કે, આવા મેસેજ વાયરલ કરવાના તેમને રૂપિયા મળતા હતા.

આ પણ વાંચો:  અમદાવાદમાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષાના એક વિધાર્થી માટે આખું સેન્ટર ફાળવાયું

પ્રો ખાલિસ્તાન મૂવમેન્ટ ચાલી રહી છે ત્યારે જ આવા મેસેજને લઇને લોકોમાં ભય ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીર સિંઘ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ ડીસીપી ચૈતન્ય માંડલિક અને સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજિત રાજિયાની ટીમો કામે લાગી ગઇ હતી. સાયબર ક્રાઇમની ટીમે બન્ને યુવાનોને મધ્ય પ્રદેશથી ઝડપી લીધા હતા.

લોકોએ ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં પ્રિરેકોર્ડેડ મેસેજ મોટી સંખ્યામાં વાઇરલ કર્યા હતા. આ બન્ને યુવકોને પૈસા મળતાં તેમણે સ્થાનિક વિસ્તારમાંથી સીમ બોક્સની ખરીદી કરી છે. યુવાનો વોઇસ કોલ દ્વારા ગુજરાતના પ્રતિષ્ઠત લોકોને ધમકીભર્યા મેસેજ મોકલતા હતા. સામાન્ય રીતે ઇન્ટરનેશલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરવા માટે વોઇપન ઉપયોગ કરવામાં આવતો હોય છે.

આ પણ વાંચો: સાબરકાંઠામાં ટ્રિપલ મર્ડર

રાહુલ દુબઇમાં ઇલેક્ટ્રીક્સનું કામ કરવા ગયો અને ભેજાબાજ બનીને આવ્યો. રાહુલ દુબઇમાં ગયો ત્યારે તેણે ઇન્ટરેશનલ કોલીંગ કરવા માટે કોમ્યુનિકેશન સિસ્ટમ વિશેની માહિતી વિદેશી લોકો પાસેથી લીધી હતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ વોઇપ કોલને ડોમેસ્ટીક વોઇપ કોલમાં કેવી રીતે કન્વર્ટ કરવા તે પણ શીખ્યો હતો.

આ સિવાય ઇન્ટરનેશનલ કોલીંગ કરવા માટે ડમી ટેલીકોમ એક્સેચન્જ કેવી રીતે કામ કરે છે તે પણ શીખ્યા બાદ તેણે પોતે કમીશન પર વિદેશીઓ સાથે ભાગીદારી કરી હતી. સંપુર્ણ તાલીમ લઇ લીધા બાદ રાહુલ પરત આવી ગયો હતો જ્યા તેણે પોતાનું ટેલીફોન એક્સેન્જ ઉભુ કર્યુ હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad cyber crime, Ahmedabad news, Gujarat News