Home /News /ahmedabad /

Ahmedabad Police: પોલીસ ફિટનેસની વાત થતા જ હર્ષ સંઘવીએ એક IPS સામે જોયુ, લોકો ખડખડાટ હસવા લાગ્યા

Ahmedabad Police: પોલીસ ફિટનેસની વાત થતા જ હર્ષ સંઘવીએ એક IPS સામે જોયુ, લોકો ખડખડાટ હસવા લાગ્યા

પોલીસ સ્ટેશન આવતા લોકોને પહેલા પાણી પીવડાવી માનવતાભર્યું વર્તન કરાશે તેવી પણ શરૂઆત શહેર પોલીસ કરવા જઈ રહી છે.

આ પ્રસંગે સીઆર પાટીલ એ પોલીસનું મોરલ વધારવા માટે નાના મોટા ઇનામો આપવાની શરૂઆત કરવા કમિશનરને જણાવ્યું હતું. તો આગામી દિવસોમાં પોલીસની ફિટનેસ વધારવા સલાહ આપી પહેલી લાઈનમાં બેઠેલા મજબૂત બાંધાના એક કદાવર પેટવાળા અધિકારી સામે ગૃહ રાજ્યમંત્રીએ જોતા જ રમૂજ માહોલ સર્જાયો હતો.

વધુ જુઓ ...
અમદાવાદ : શહેર પોલીસ (Ahmedabad Police) નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. કેવી રીતે લોકો સાથેનો વ્યવહાર સારો થાય તે માટે અધિકારીઓ મંથન અને પ્રયાસ શરૂ કર્યો છે. સાથે જ પોલીસ સ્ટેશન (Police Station) આવતા લોકોને પહેલા પાણી પીવડાવી માનવતાભર્યું વર્તન કરાશે તેવી પણ શરૂઆત શહેર પોલીસ કરવા જઈ રહી છે. સાથે જ ટ્રાફિક વાળા વિસ્તારની સમસ્યા નિવારવા વિસ્તાર દત્તક લેવાની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે આ કાર્યક્રમમાં સી.આર. પાટીલ (CR Patil) અને સીએમ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાટીલે સીપી સંજય શ્રીવાસ્તવને પોલીસની ફિટનેસ માટે વાત કરી ત્યારે હર્ષ સંઘવી પહેલી લાઇનમાં બેઠેલા એક આઇપીએસ અધિકારી જેમની ફાંદ વધુ હોવાથી તેમનું નામ લઈ હસ્યા હતા. અને પાટીલને કહ્યું કે આ અધિકારી સામે બેઠા છે એટલે તેમને જોઈને તમને ફિટનેસની વાત કરવાનું મન થયું ને? આ વાત થતા જ આખા હોલમાં બેઠેલા અધિકારીઓમાં હાસ્ય વરસાયું અને રમુજી માહોલ જોવા મળ્યો હતો. જોકે સામાન્ય વાતમાં પણ હસતા આ આઇપીએસ અધિકારી શરમ અનુભવવાની જગ્યાએ હસી પડયા હતા.

આપણી સ્થિતિ એવી છે કે પોલીસને આપણે પસંદ કરતા નથી અને પોલીસ વગર આપણને ચાલતુ પણ નથી. પોલીસ અને પ્રજાનો સંબંધ મિત્રતા કરતા પણ વધુ રહેલો છે. અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર તથા મયંકસિંહ ચાવડા સહિત સિનિયર પોલીસ અધિકારીઓ છેલ્લાં કેટલાય મહિનાઓથી મંથન કરી રહ્યા છે કે, પોલીસ દળમાં રહેલા નાના-મોટા તમામ અધિકારીઓ કઈ રીતે તણાવ મુકત રહે અને જયારે પણ પોલીસ અને પ્રજા એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પોલીસનો વ્યવહાર સામાન્ય માણસ સાથે સાલસ હોય. આ સંદર્ભમાં અમદાવાદ પોલીસ દ્વારા આજે એક દિવસના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાયું હતું. અમદાવાદના સીંઘુભવન રોડ ઉપર આવેલા ક્રેડાઈના હોલમાં યોજાઈ રહેલા એક દિવસીય કાર્યક્રમમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ઉપસ્થિત પોલીસ અધિકારીઓને જાણકારી આપી કે શા માટે આ પ્રકારના મંથનની આપણને જરૂરિયાત ઊભી થઈ છે. તેની સાથે સતત ભાગદોડ ભરી નોકરી કરતી પોલીસને પોતાના ફરજની સાથે પરિવારના પ્રશ્નો પણ હોય છે, આ સ્થિતિ માનસીક તણાવ ઊભો કરે છે, જેના પરિણામે પોલીસમાં એક પ્રકારનો ઉશ્કેરાટ જોવા મળે છે અને તેનો સીધો ભોગ સામાન્ય માણસ અને નાના કર્મચારીઓ બને છે. તો કઈ રીતે તણાવ ઘટાડી શકાય અને કઈ રીતે વ્યવહાર બદલાઈ શકે તે વિષય ઉપર નિષ્ણાતો પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.

પોલીસની સારી નરસી છાપ ઉભી કરવામાં મીડિયા મહત્વની ભુમિકા ભજવે છે. પોલીસ અને મીડિયા પ્રતિનિધિ સીધા સંપર્કમાં આવતા હોય છે. કયારેક પોલીસ અને મીડિયા પ્રતિનિધિ વચ્ચે થતા શાબ્દીક ઘમાસણને કારણે પોલીસની એક નકારાત્મક છાપ ઊભી થાય છે. આ પ્રકારની ઘટના ટાળી શકાય અને પોલીસ અને માધ્યમો વચ્ચે કઈ રીતે સુમેળભર્યો સંબંધ રહે તે માટે માધ્યમના સિનિયર પ્રતિનિધિઓ પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ ઉપરાંત એક ખાસ પેનલ ડીસ્કશન પણ રાખવામાં આવ્યું છે જેમાં મીડિયા, વકિલ, સામાન્ય માણસ અને મહિલા પોલીસ પાસે કેવા વ્યવહારની અપેક્ષા રાખે છે. આ પહેલ કાર્યક્રમના પહેલા પ્રયોગ માટે પોલીસ ઈન્સપેકટર અને ઉપરી અધિકારીઓ મળી અનેક અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા અને આગામી દિવસોમાં પોલીસ કોન્સટેબલ સુધી આ કાર્યક્રમને લઈ જવામાં આવશે.

તો હવે આશ નામની એક સ્કીમ પોલીસ દ્વારા અમલ માં મુકવામાં આવી છે. જેમાં એરિયા એડોપશન સ્કીમ દ્વારા જે તે વિસ્તારના અનુભવી, સિનિયર, કોર્પોરેટરો સહિતના લોકો વિસ્તાર દત્તક લેશે. ત્યાં ટ્રાફિકને લગતી સમસ્યાનું નિરાકરણ કરવા શુ કરવું, કેવા પ્રકાર ની સમસ્યા સર્જાય છે તે જવાબદારી સોંપી અમદાવાદને સમસ્યા મુક્ત કરવા આયોજન કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો- ગુનાખોરી ડામવા સુરત પોલીસે કસી કમર, હત્યાના આરોપીને ઓડિશાથી દબોચ્યો

આ કાર્યક્રમમાં સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતે જ્યારે પોલીસકર્મી તરીકે નોકરી કરતા હતા ત્યારથી આજ સુધી પોલીસ તરીકેનો જ સ્વભાવ રાખતા હોવાની વાત કરી. તો પોલીસ કર્મીઓએ આંદોલન ન કરવુ જોઈએ તેની જગ્યાએ પોતાને અથવા ગૃહ રાજ્ય મંત્રીને રજુઆત કરવા અપીલ કરી અને આગામી દિવસોમાં એલ.આર.ડી બાબતે ઐતિહાસિક નિર્ણય પણ હર્ષ સંઘવી લાવવા જઇ રહ્યા હોવાની વાત કરી હતી. સુરત શહેરમાં લાગેલા કરોડો રુપીયાના ખર્ચે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા તે જ પ્રકારે અમદાવાદ માં પણ સંકલન સાધીને આ સિસ્ટમ ઉભી કરાય તેવી હાકલ કરી છે. ઉપરાંત પોલીસ સીધી રીતે લોકોના સંપર્કમાં આવતી હોવાથી નેતાઓથી માંડી તમામ લોકો પોલીસ લાંચ લેતી હોવાના મોટા આંકડા બતાવે છે પણ હકીકતમાં રેવન્યુ વિભાગ ભ્રષ્ટાચાર વધુ કરતો હોવાની વાત એક જૂની ઘટના સાથે સાંકળીને કરી હતી. આ સાથે જ કોઈ પણ કેસમાં કઈ પણ થાય તો પોલીસ પર કેમ માછલા ધોવાય છે તે બાબતે પણ ઉદાહરણરૂપી વાત કરી હતી.

આ પણ વાંચો- એક યુવતીએ ગામને અપાવી નવી ઓળખ, જંગલમાં ઉગતાં વાંસમાથી બનાવી અદભુત વસ્તુઓ

તો આ પ્રસંગે સીઆર પાટીલ એ પોલીસનું મોરલ વધારવા માટે નાના મોટા ઇનામો આપવાની શરૂઆત કરવા કમિશનરને જણાવ્યું હતું. તો આગામી દિવસોમાં પોલીસની ફિટનેસ વધારવા સલાહ આપી પહેલી લાઈનમાં બેઠેલા મજબૂત બાંધાના એક કદાવર પેટવાળા અધિકારી સામે ગૃહ રાજ્યમંત્રીએ જોતા જ રમૂજ માહોલ સર્જાયો હતો. હર્ષ સંઘવીએ રમુજમાં કહ્યું કે આ અધિકારીની ફિટનેસ જોઈને પાટીલ સાહેબને ફિટનેસની વાત યાદ આવી હશે. સામાન્ય વાતમાં હસી નાખનાર, કલાકારના હુલામણા નામથી ઓળખાનાર અને ફોટોગ્રાફીના શોખીન આ અધિકારીની વાત પર સહુ કોઈ ઉપસ્થિત અધિકારીઓ હસી હસીને લોટપોટ થઈ ગયા હતાં. ખુદ સંજય શ્રીવાસ્તવ પણ આ અધિકારીની વાત સાંભળી હસી પડયા હતા. નવાઈ તો ત્યાં થઈ કે આ વાત વારંવાર યાદ કરીને હર્ષ સંઘવી મનમાંને મનમાં હસતા રહ્યા હતા. આમ એક પહેલ જેવા કાર્યક્રમમાં રમુજી દ્રશ્યો જોવા મળ્યા હતા અને આખાય કાર્યક્રમમાં આ જ વાત ચર્ચાનો વિષય પણ બની હતી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarat police, અમદાવાદ

આગામી સમાચાર