પોલીસે એકલા રહેતા સિનિયર સિટીઝનના ઘરની કરી મુલાકાત, આપી છે આવી સુચના

શહેરના શાહીબાગ વિસ્તારમાં પોલીસે અનેક સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લીધી

News18 Gujarati
Updated: October 16, 2019, 10:21 PM IST
પોલીસે એકલા રહેતા સિનિયર સિટીઝનના ઘરની કરી મુલાકાત, આપી છે આવી સુચના
પોલીસે એકલા રહેતા સિનિયર સિટીઝનના ઘરની કરી મુલાકાત, આપી છે આવી સુચના
News18 Gujarati
Updated: October 16, 2019, 10:21 PM IST
નવીન ઝા, અમદાવાદ : દિવાળી આવી રહી છે ત્યારે અનેક લોકો બહાર ફરવા માટે જતા હોય છે ત્યારે આવા સમય અનેક જગ્યાએ સિનિયર સિટીઝન ઘરમાં એકલા હોય છે અને તેનો ફાયદો મેળવી આરોપીઓ મિલકત સંબંધી ગુનાઓ કરતા હોય છે. આવા સમયે પોલીસ દ્રારા સિનિયર સિટીઝન જે એકલા રહેતા હોય છે તેવા લોકોના ઘરે જઈ મુલાકાત કરવામાં આવી રહી છે.

દિવાળીને લઈ પોલીસ પણ વધારે એકટિવ થઈ જતી હોય છે અને આરોપીઓ પણ આવા સમયે ગુના વધારે કરતા હોય છે. આવા સમય પોલીસને તમામ જગ્યાએ નજર રાખવી પડતી હોય છે. અમદાવાદમાં ખાસ કરીને જે સિનિયર સિટીઝન પોતાના ઘરમાં એકલા રહેતા હોય છે તેવા લોકોની પોલીસ ખાસ મુલાકાત કરી રહી છે. પોલીસ દ્રારા સિનિયર સિટીઝનના ઘરે જઈ તેમને મળી ખાસ સુચનાઓ આપવામાં આવી રહી છે જેથી કોઈ બનાવ ના બની શકે.

નોંધનીય છે કે શહેરના શાહીબાગ વિસ્તારમાં પોલીસે અનેક સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લીધી હતી અને તેમની સાથે મળી વાતો કરી હતી અને તેમને કંટ્રોલ સિવાય અન્ય પોલીસ કર્મચારીનો નંબર આપી કોઈ પણ વ્યકિત ઉપર શંકા જાય તો પોલીસને જાણ કરવા વિનંતી પણ કરવામાં આવી હતી. ડીસીપી ઝોન-4 નિરજ બડગુજ્જર નુ કહેવું છે કે આ અમારા ફરજનો ભાગ છે જેથી અમે તેમના ઘરની મુલાકાત કરીએ છીએ. તેમની સુરક્ષાની અમારી ખાસ જવાબદારી છે. આરોપીઓ આવા ઘરને ખાસ ટાર્ગેટ કરતા હોય છે જે ઘરમાં સિનિયર સિટીઝન એકલા રહેતા હોય છે. પોલીસ દ્રારા શરુ કરેલ આ કામગીરીને હાલ સિનિયર સિટીઝન પણ વખાણી રહ્યા છે અને પોલીસને સહયોગ આપવા જણાવી રહ્યા છે.
First published: October 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...