અમદાવાદના ટ્રાફિક સિગ્નલમાં ખામી દેખાય છે? તરત જ આ નંબર પર કરો ફોન

News18 Gujarati
Updated: November 14, 2019, 11:03 AM IST
અમદાવાદના ટ્રાફિક સિગ્નલમાં ખામી દેખાય છે? તરત જ આ નંબર પર કરો ફોન
પ્રતિકાત્મક તસવીર

જો તમને અમદાવાદનાં કોઇપણ સિગ્નલમાં ખામી દેખાય તો તમે 7433878727 કે 07926635688 આ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : અમદાવાદ (Ahmedabad) શહેરનાં રસ્તાઓ પર અનેકવાર આપણે જોયું હશે કે ક્યાંક ટ્રાફિક સિગ્નલ (Traffic Signal) ચાલુ છે કે બંધ તેની ખબર જ નથી પડતી. ટ્રાફિક સિગ્નલ પર લાલા અને લીલી લાઇટ ચાલુ બંઘ થતી હોય છે. આ લાઇટમાં ખામી હોવાને કારણે લોકો અસમંજસમાં મુકાતા હોય છે કે શું કરવું અને શું ન કરવું.

જેના પગલે અમદાવાદ પોલીસે ટ્રાફિસ સિગ્નલમાં ખામી દેખાય ત્યારે ટ્રાફિક પોલીસને ફરિયાદ કરી શકે તે માટે ફરિયાદનો નંબર અને વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જેના પર ફોટા મોકલીને અથવા તો ફોન કરીને માહિતી આપી શકાશે.

જો તમને અમદાવાદનાં કોઇપણ સિગ્નલમાં ખામી દેખાય તો તમે 7433878727 કે 07926635688 આ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને આ માહિતી આપી છે.
આ પણ વાંચો : પહેલી ડિસેમ્બરથી તમામ ટોલનાકા પર FASTag ફરજીયાત, જો ન લીધું હોય તો અત્યારે જ લઇ લો

હાલ શહેરમાં ટ્રાફિકનાં નિયમો કડક બનાવી દેવામાં આવ્યાં છે. લોકો બધી ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહીને કાયદાનું પાલન પણ કરે છે. પરંતુ જ્યારે સિગ્નલમાં ખામી હોય તો વાહનચાલકો પણ અસમંજસમાં મુકાઇ જાય છે. અને તેમને ખબર નથી પડતી કે આગળ જવું કે ન જવું. જો આગળ જાય અને મેમો આવી જવાનો પણ ડર હોય છે. જો આવી પરિસ્થિતિ હવે સર્જાઇ તો તમે અહીં આપેલા નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો.
First published: November 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...