Home /News /ahmedabad /એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇકઃ જાહેરમાં ડ્રગ્સ વેચતો પેડલર્સ ઝડપાયો

એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇકઃ જાહેરમાં ડ્રગ્સ વેચતો પેડલર્સ ઝડપાયો

પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવે ડ્રગ્સ પેડલર્સ અને બુટલેગરોને પકડવા માટેના ડ્રાઇવ રાખી છે.

Ahmedabad Crime: એસઓજીએ ફિરોજની ધરપકડ કરીને આગવી સ્ટાઇલથી પુછપરછ કરી હતી. જ્યા તેણે કબુલાત કરી હતી કે એમડી ડ્રગ્સનો જથ્થો નઇમ નામના વ્યકિત પાસેથી લાવ્યો હતો.

અમદાવાદ: નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં ક્યાંય ડ્રગ્સ પાર્ટીનું આયોજન ન થાય તે મામલે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે અને દર એકાદ બે દિવસે એમડી ડ્રગ્સનો ધંધો કરતા પેડલર્સ પર સર્જીકલ સ્ટ્રાઇક કરી રહ્યા છે. ગઇકાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે જુહાપુરામાંથી 2.57 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલર્સની ધરપકડ કરી છે.

નાતાલના તહેવારને ઘ્યાનમાં રાખીને પોલીસ કમીશ્નર સંજય શ્રીવાસ્તવે ડ્રગ્સ પેડલર્સ અને બુટલેગરોને પકડવા માટેના ડ્રાઇવ રાખી છે. જે અંતર્ગત એસઓજી ક્રાઇમને સફળતા મળી રહી છે. અમદાવાદમાં એમડી ડ્રગ્સની બોલબાલા એટલી હદે વઘી ગઇ છે કે નશેડીઓ પણ હવે પેડલર્સ બની રહ્યા છે. શોર્ટકટથી રૂપિયા કમાવવા મળી જાય અને સાથોસાથ નશો કરવા માટે મળી જાય તે માટે યુવાઓ એમડી ડ્રગ્સ વેચવાનું શરુ કરી દીધુ છે.

શહેરમાં બીલાડીની ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો વધી રહ્યા છે. જેને પકડવા માટે ક્રાઇમ બ્રાંચ, એસઓજી, સ્થાનિક પોલીસ તેમજ એટીએસ સજ્જ છે. પોલીસ જેટલા પેડલર્સોને ઝડપી પાડીને જેલ ભેગા કરે છે તેના કરતા વધુ પેડલર્સો રોજ બની રહ્યા છે. જેની પાછળનું કારણ નશાની આદત છે. શહેરના પોષ વિસ્તારમાં ગણાતા સિંધુભવન રોડ, એસજી હાઇવે, સીજી રોડ સહિતની જગ્યાઓ પર એમડી ડ્રગ્સની બોલબાલા વધુ જોવા મળી રહી છે. પોલીસે એમડી ડ્રગ્સનુ વેચાણ કરતા પેડલર્સોને પકડવા માટે સર્જીકલ સ્ટ્રાઇક કરવાનું શરુ કરી દીધુ છે. યુવાઓ દેખાદેખીમાં એમડી ડ્રગ્સનો નશો કરે છે અને બાદમાં પેડલર્સ બની જાય છે.

આ પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેનામાં લેફ્ટનન્ટ કર્નલ પરિવાર સાથે સેવામાં જોડાયાની અનોખી કહાની

મહારાષ્ટ્રના ડ્રગ્સ માફિયાઓનો ટાર્ગેટ અમદાવાદ તેમજ ગુજરાતના યુવાઓને ડ્રગ્સના આદી બનાવીને કરોડો રૂપિયા કમાવવાનો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં આવેલા મંસુરપાર્કના નાકે ફિરોજખાન ઐયુબખાન પઠાણ (રહે સાગર એવન્યુ, સરખેજ) જાહેરમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને ફિરોજ પઠાણની અટકાયત કરીને તેની અંગજડતી કરી હતી. ફિરોજ પાસેથી વ્હાઇટ પાઉડર મળી આવતા એસઓજીએ તરતજ એફએસએલની ટીમને બોલાવી લીધી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે આવીને વ્હાઇટ પાઉડરની ચકાસણી કરતા તે એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપ્યો હતો.

એસઓજીએ ફિરોજની ધરપકડ કરીને આગવી સ્ટાઇલથી પુછપરછ કરી હતી. જ્યા તેણે કબુલાત કરી હતી કે એમડી ડ્રગ્સનો જથ્થો નઇમ નામના વ્યકિત પાસેથી લાવ્યો હતો. એસઓજીએ ક્રાઇમ બ્રાંચમાં ફિરોજ અને નઇમ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર ફિરોજ પાસેથી ઝડપાયેલુ ડ્રગ્સ મુંબઇથી આવ્યુ છે.  માત્ર મોબાઇલ ફોનથી ફિરોજ પેડલર્સ બની ગયો ફિરોજ દલાલીનું કામ કરે છે પરંતુ તેને રાતોરાત રૂપિયા વાળા બની જવુ હોવાથી તેણે ડ્રગ્સ વેચવાનું નક્કી કરી લીધુ હતું.

આ પણ વાંચો : સુરતના યુવાને પોતાની લગ્ન કંકોત્રીમાં સરકારની વિવિધ યોજાઓનો સમાવી

ફિરોજ પહેલા એમડી ડ્રગ્સનો નશો કરતો હતો જેથી તેની પાસે નઇમ નામના પેડલર્સનો નંબર હતો. ફિરોજે નઇમ સાથે ફોન પર વાતચીત કરીને ડ્રગ્સ પેડલર્સ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. નઇમે ફિરોજને ડ્રગ્સ આપવાની તૈયારી બતાવી દીધી હતી. નઇમ ક્યા રહે છે તેની જાણ ફિરોજને નથી પરંતુ તે પોતે ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો. એમડી ડ્રગ્સમાં ફિરોજે આજીનો મોટો નાખીને ડબલ કરી દીધુ હતુ અને બાદમાં તે નશેડીઓને વેચતો હતો. નઇમ ક્યા રહે છે તેની જાણ ફિરોજને નથી પરંતુ માત્ર ફોન પર તે ડ્રગ્સ પેડલર્સ બની ગયો હતો. એસઓજી ક્રાઇમે 2.57 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરીને નઇમને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news

विज्ञापन