Home /News /ahmedabad /Arvind kejriwal in Gujarat: આપની ઓફિસ પર દરોડાના આક્ષેપ બાદ અમદાવાદ પોલીસની સ્પષ્ટતા, 'આવી કોઇ રેડ અમે નથી કરી'

Arvind kejriwal in Gujarat: આપની ઓફિસ પર દરોડાના આક્ષેપ બાદ અમદાવાદ પોલીસની સ્પષ્ટતા, 'આવી કોઇ રેડ અમે નથી કરી'

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

Gujarat Politics: 'આપ'ના આક્ષેપો બાદ અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરવી પડી છે કે, 'અમદાવાદની આપની ઓફિસમાં રેડના સમાચાર ફરતા થયા છે પરંતુ આવી કોઇ જ રેડ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી નથી.'

અમદાવાદ: રવિવારે મોડી રાતે આપ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદની આપની ઓફિસમાં સર્ચ ઓપરેશ કરવામાં આવ્યું હતુ. ઇસુદાન ગઢવીના ટ્વિટ બાદ અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા લખ્યુ હતુ કે, આપને ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. ત્યારે આ દાવા વચ્ચે અમદાવાદ પોલીસે પણ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, અમદાવાદ પોલીસ દ્વારા આપની ઓફિસમાં કોઇ દરોડા પાડવામાં આવ્યા નથી.

અમદાવાદ પોલીસની સ્પષ્ટતા


આજે સવારે અમદાવાદ પોલીસે આ અંગેની સ્પષ્ટતા કરતા ગુજરાતી અને હિન્દીમાં ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, 'ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.'

અમદાવાદ પોલીસની સ્પષ્ટતા

ઇસુદાનનું ટ્વિટ


આપના ઇસુદાન ગઢવીએ રવિવારે મોડી રાતે ટ્વિટ કર્યું હતુ. જેમાં તેમણે લખ્યુ હતુ કે, 'કેજરીવાલ જીના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક તપાસ કરીને ચાલ્યા ગયા છે. કાંઇ મળ્યુ નથી. કહ્યુ છે, ફરી આવશે.'

અમદાવાદની શિવાની શુક્લા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ઝળકી

અરવિંદ કેજરીવાલનું ટ્વિટ


જેને રિટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલે પણ લખ્યુ છે કે, ' ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે. દિલ્હીમાં કાંઇ મળ્યું નથી અને ગુજરાતમાં પણ કાંઇ મળ્યું નથી. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.'

અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ


આજે, 12 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા ઓટો ડ્રાઈવર માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે અમદાવાદ ખાતે ટ્રેડર્સ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે 4 વાગ્યે અમદાવાદ ખાતે જ એડવોકેટ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અરવિંદ કેજરીવાલ 13 સપ્ટેમ્બરના સવારે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને કેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે. બપોરે 12 વાગે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે.
First published:

Tags: Gujarat Elections, Gujarat Politics, અમદાવાદ, અરવિંદ કેજરીવાલ, આપ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો