Home /News /ahmedabad /

કોરોનાકાળમાં ચોરી ઉપરથી સીના જોરી: માસ્ક ન પહેર્યાનો દંડ વસૂલતા પોલીસ સાથે કરી દાદાગીરી

કોરોનાકાળમાં ચોરી ઉપરથી સીના જોરી: માસ્ક ન પહેર્યાનો દંડ વસૂલતા પોલીસ સાથે કરી દાદાગીરી

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ : કોરોનાની ગાઇડલાઇનનો (corona Guidelines) અમલ કરાવતી વખતે સરકારી કર્મચારીઓ અને પ્રજા વચ્ચે અનેક વખત ઘર્ષણના બનાવો જોવા મળી રહ્યા છે. અને એમા પણ ખાસ કરીને જ્યારે માસ્કના (Mask) પહેરવા બદલ દંડની વાત આવે ત્યારે લોકો ઉશ્કેરાઈ જતા હોય છે અને પોલીસને મનફાવે તેમ બોલતા હોય છે. આવો વધુ એક બનાવ શહેરના (Ahmedabad) કાલુપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. માસ્ક વગર બહાર નીકળેલા કારીગરને રોકતા શેઠ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ પાસે આઈ કાર્ડ, માસ્ક ના પહેર્યા હોય તેવા ફૂટેજ માંગવા લાગ્યા.

શનિવારે બપોરના સમયે કાલુપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પંચકુવા પાસે માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા લોકોને દંડાત્મક કાર્યવહી કરી રહ્યા હતા તે દરમિયાન કડિયા કુઈ રોડ તરફથી એક એક્ટિવા ચાલક માસ્ક પહેર્યા વગર આવતા પોલીસે તેને રોક્યો હતો અને માસ્ક ના પહેરવા બદલ રૂપિયા એક હજાર દંડ ભરવા માટે કહ્યું હતું. જોકે, આ યુવાને દંડ ભરવાની ના કહીને તેના શેઠને બોલાવ્યાં હતા.

અમદાવાદ : ચાલુ બાઇકે પાંચ લાખ ભરેલી બેગ ઝૂંટવી, ગણતરીનાં કલાકોમાં ઝડપાયો

રાજકોટનાં આ ગામની સતર્કતાથી કોરોના સંક્રમણ ફેલાતુ અટક્યું, તમે પણ વાંચીને બોલી ઉઠશો વાહ

શેઠ પ્રકાશ ઘાંચી આવીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો કે, તમો પોલીસ પૈસા ઊઘરવો છો, અને ખોટી રીતે હેરાનગતિ કરો છો, મારો કારીગર દંડ નહીં ભરે. મને તમારું આઈ કાર્ડ આપો અને મારા કારીગર માસ્ક નથી પહેર્યું તેવા ફૂટેજ આપો. તેમ કહીને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. જેથી પોલીસે પ્રકાશ ઘાંચી વિરુદ્ધ માં સરકારી ફરજમાં અડચણરૂપ થવા બદલ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. ત્યારે સંક્રમણથી બચવા માટે બહાર નીકળતી તમામ વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજિયાત હોવા છતાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર ખુલ્લેઆમ ફરી રહ્યા હોય છે. જ્યારે પોલીસ તેઓને દંડાત્મક કાર્યવાહી કરે તો ઉશ્કેરાઈને ઘર્ષણમાં ઉતરી જતા હોય છે.  તો આ કોરોનાકાળમાં માસ્ક પહેરવુ એ આપણા માટે હિતાવહ છે. આપણે માસ્ક દ્વારા કોરોના નામની મહામારીને આપણાથી દૂર રાખી શકીએ છીએ.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad police, Coronavirus, Mask, Penalty, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર