Ahmedabad Crime : પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી પાસે પહેલા ત્રણ હથિયાર હતા પણ કાયદા મુજબ બે જ હથિયાર રાખી શકાતા હોવાના લીધે એક રાઇફલ તેને ઓઢવમાં જમા કરાવી દીધી હતી.
અમદાવાદ: પોલીસ (Ahmedabad Police) હજુ રથયાત્રાના બંદોબસ્તનો થાક ઉતારી ઘરે જ જવાની હતી, ત્યાં શહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. ફાયરિંગનો બનાવ બનતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ચરણજીત સરના નામના વ્યક્તિ એ હવામાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. જોકે, તેમની પુત્રીની સતર્કતાએ એક વ્યક્તિનો જીવ બચી ગયો છે.
નિકોલ વિસ્તારમાં આવેલા યશ પ્લેટીનામાં રહેતા ચિરાગભાઈ પટેલ પાલતુ શ્વાનને લઈને તેમના ફ્લેટ નજીક આવેલા જાહેર રોડ પર લઈ ગયા હતા. આશરે સાડા નવ પોણા દસ વાગ્યાની આસપાસ ગેલેક્ષી બંગ્લો પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન નેન્સી મેગા માર્ટની દુકાન બહાર એક સરદારજી જેવા વ્યક્તિ હાથમાં રિવોલ્વર લઈને બેઠા હતા. અચાનક જ આ વ્યક્તિએ રિવોલ્વર ફરિયાદી સામે તાંકી દીધી હતી. એવામાં એક છોકરી આવી એણે પપ્પા કહીને હાથ ઉપર કરી લેતા હાથમાં રહેલ રિવોલ્વરથી બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.
જોકે, ફરિયાદી ગભરાઈ જતા તેઓ તાત્કાલિક ત્યાંથી નીકળી ગયા હતા. અને બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આરોપી વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને હાલમાં વધુ કાર્યવાહી શરૂ કરી છે.
જોકે, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી પાસે પહેલા ત્રણ હથિયાર હતા પણ કાયદા મુજબ બે જ હથિયાર રાખી શકાતા હોવાના લીધે એક રાઇફલ તેને ઓઢવમાં જમા કરાવી દીધી હતી. અને બાદમાં એક પીસ્ટલ અને એક બાર બોરનું હથિયાર રાખ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર