Home /News /ahmedabad /

કૌન કહેતા હે પુલીસવાલો મેં દિલ ઔર ઇમાન નહિ હોતા? અમદાવાદના પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કહાની

કૌન કહેતા હે પુલીસવાલો મેં દિલ ઔર ઇમાન નહિ હોતા? અમદાવાદના પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કહાની

આવી અનેક કહાનીઓ વચ્ચે એક પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કહાની સામે આવી છે. 

Ahmedabad Police: એકતરફ રથયાત્રાના કડક બંદોબસ્તની જવાબદારી ત્યાં એસીપીના ઘરે પુત્રનો જન્મ થયો, માત્ર અડધા દિવસમાં 400 કિમિનો પ્રવાસ કરી દીકરાનું મોં જોઇને પાછા ફરજ પર આવી ગયા

અમદાવાદ: સાહબ, કોન કહેતા હે પુલીસવાલો મેં દિલ ઔર ઈમાનદારી નહિ હોતી? આખિર વો ભી એક ઇન્સાન હી તો હૈ. આવી કઈક લાઇન તમને હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળી તો હશે. પણ આવી એક હકીકતની કહાની (Ahmedabad police) સામે આવી છે. પોલીસ (Ahmedabad Police in Rathyatra security) વિભાગ નોકરી પર હાજર હોય કે ન હોય પણ તે નોકરીમાં કે કામમાં કોઈ સમાધાન નથી કરતા અને સતત ઈમાનદારી નિભાવે છે. તેઓને જો સમાધાન કરવાનો વારો આવે તો તે પરિવારના સભ્યો સાથે સુખદ કે દુઃખદ પ્રસંગોમાં સમાધાન કરતા નજરે આવે છે. કેટલાય એવા અધિકારીઓ કે પોલીસ ફોર્સના જવાનો છે જેઓ જ્યારે પણ મોટો બંદોબસ્ત હોય ત્યારે પોતાની ફરજ પ્રત્યે પહેલા હાજર રહે છે અને પારિવારિક કામને પછી પ્રાયોરિટી આપે છે. આવી અનેક કહાનીઓ વચ્ચે એક પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કહાની સામે આવી છે.

આ અધિકારી અન્ય કોઈ નહિ પણ 2017ની બેચના અને હાલ  ડી ડિવિઝનમાં ફરજ બજાવતા એસીપી હિતેશ ધંધાલ્યાની છે. જેઓના વિસ્તારમાં કાલુપુર અને શહેરકોટડા પોલીસસ્ટેશન આવે છે. શહેરકોટડા પો સ્ટે એટલે સરસપુર ભગવાનના મામાનું ઘર જ્યાં પોલીસના માથે મોટી જવાબદારી હોય છે. આ જ બંદોબસ્ત ચાલી રહ્યો હતો ત્યારે અચાનક સવારે તેઓનો ફોન રણક્યો.

પોતાના વ્હાલા બાળક સાથે પોલીસ અધિકારી


ફોન અન્ય કોઈનો નહિ પણ પરિવારના જ સભ્યોનો હતો. ઉજાગરા હોવાથી હજુ આંખ મસળતા મસળતા એસીપી હિતેશ ધાંધલ્યાએ ફોન ઉપાડતાની સાથે જ તેઓને કહેવામાં આવ્યું કે, થોડા સમયમાં તેમના પત્નીની ડિલિવરી કરવાની છે.

આ પણ વાંચો: અમદાવાદમાં યુવક એક્ટિવા સાથે ભૂવામાં પડયો, વીડિયો જોઇ લોકોના જીવ તાળવે ચોંટ્યા

સંજોગ કઈક એવા હતા કે તાત્કાલિક ડિલિવરી કરવી જરૂરી હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. આ અધિકારી સીધા જ તૈયાર થયા અને ખુશી સાથે તેઓએ તેમના ઉચ્ચ અધિકારીઓ ને જાણ કરી ભાવનગર જવા નીકળી ગયા હતા. તા. 25 જૂનના રોજની આ વાત છે. હજુ તેઓને એકતરફ રથયાત્રાની ચિંતા હતી ત્યાં બીજી તરફ ખુશીનો કોઈ પર નહોતો કેમકે ઘરે પારણું બંધાવવાનું હતું. આશરે 200 કિમિનો પ્રવાસ ક્યારે જલ્દી પૂરો થાય અને ક્યારે તે તેમના પત્નીને મળે અને બાળકનું મોં જોવે તેવા વિચારો કરતા હતા.

આ પણ વાંચો: અમિત શાહ વર્ષોની પરંપરા જાળવશે, રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં કરશે મંગળા આરતી

બસ આ જ વિચારો વચ્ચે ત્યાં એસીપી ધાંધલ્યા પહોંચ્યા ડોકટર પાસે અને તેમની સાથે વાત કરી અને ડોક્ટરે થોડા પ્રોબ્લેમ હોવાનું જણાવી સિઝેરિયન ડિલિવરી કરવાનું કહ્યું ને સર્જરી શરૂ કરી. બસ જે ભાવના, ઈચ્છા અને પ્રેમ સાથે આશા હતી એ એસીપી હિતેશ ધાંધલ્યાની પૂર્ણ થઈ. ખુશીની ઇન્તેજારી પૂર્ણ થઈ અને ડોક્ટરે કહ્યું પુત્ર જન્મ્યો છે. કોઈ તકલીફ નથી પુત્ર અને તેની માતા સ્વસ્થ અને સારા છે. બસ હિતેશ ધાંધલ્યાએ રાહતનો શ્વાસ લીધો અને થોડા કલાકનો સમય પત્ની અને બાળક સાથે વિતાવી પરત અમદાવાદ આવવા નીકળી ગયા અને 400 કિમિનો પ્રવાસ કરી મોડી રાત્રે અમદાવાદ આવી ડ્યુટી પર લાગી ગયા હતા.

આ કહાની માત્ર એક અધિકારીની નથી આવા અનેક અધિકારી કે પોલીસકર્મીઓ હશે જેઓની સાથે પણ આવા જ કંઈક સંજોગ ઉભા થયા હશે અને લોકો ભલે માને કે ન માને પણ તેઓએ પહેલા ડ્યુટીને પ્રાધાન્ય આપ્યું હશે. એસીપી હિતેશ ધાંધલ્યા સાથે આ બાબતે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ જણાવ્યું કે, આ વાત કાંઈ જાહેર કરવા જેવી નથી. અમારી પોલીસ ઘણું બધું સેકરીફાઇસ કરી ડ્યુટી કરે છે. હું લકી છું કે, મને થોડા કલાક ત્યાં જવા મળ્યું અને રથયાત્રાના બંદોબસ્તમાં પણ ફરી જોડાવવા મળી ગયું. એકતરફ સ્ટ્રેસ હતો બીજીતરફ ખુશી અને બંને પરિસ્થિતિ બહુ યોગ્ય રીતે પાર પડી ગઈ. મારી કહાની અને સંજોગ તો કઈ નથી બાકી ઘણા એવા પોલીસ વાળા છે. જેઓ મારી જેમ જઈ પણ નહીં શક્ય હોય જેઓને ધન્ય છે.

હવે હિતેશ ધાંધલ્યા વીડિયો કોલથી બાળક અને પત્ની સાથે વાત કરી લે છે એ પણ સમય મળે ત્યારે પણ મોટાભાગે તેઓ હાલ રથયાત્રાના બંદોબસ્તમાં ધ્યાન આપી રહ્યા છે. હજુ તો આગામી દિવસોમાં બકરી ઇદ આવતી હોવાથી તેઓને ઘણા દિવસ સુધી પરિવાર પાસે જવા નહિ મળે પણ આ વાતથી તેઓને કોઈ અસંતોષ નથી. તેઓ એક વાર જઈ શક્યા પરિવાર સાથે તેનો આનંદ છે. અને તેઓ અનેક પોલીસકર્મીઓ માટે પણ માન સન્માનની લાગણી દાખવે છે. આમ આ હૃદયસ્પર્શી કહાની અને સંજોગ ઘણા બધા પોલીસકર્મી ઓ માટે પ્રોત્સાહન રૂપી સાબિત થઈ શકશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Inspirational, અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन