Home /News /ahmedabad /Ahmedabad Police drone squad: હવે અમદાવાદ પોલીસ પાસે સર્ટિફાઇડ ડ્રોન સ્ક્વોડ, જાણો શું થશે તેનો ઉપયોગ
Ahmedabad Police drone squad: હવે અમદાવાદ પોલીસ પાસે સર્ટિફાઇડ ડ્રોન સ્ક્વોડ, જાણો શું થશે તેનો ઉપયોગ
હવે અમદાવાદ પોલીસ પાસે સર્ટિફાઇડ ડ્રોન સ્ક્વોડ
Ahmedabad Police certified drone squad: ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડિજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે. દરેક પોલીસ સ્ટેશનના પાંચ-પાંચ પોલીસકર્મીઓને તાલીમ અપાશે. જાણો શું થશે તેનો ઉપયોગ
અમદાવાદ: ડ્રોન એટેકના સમાચાર તમે અનેક વખત સાંભળ્યા હશે ત્યારે આવા ડ્રોન હુમલા રોકવા માટે તાલીમ બદ્ધ પોલીસકર્મીઓ પણ તૈયાર થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડિજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે. જેમાં બે લોકોની સ્ક્વોડ (Ahmedabad Police drone squad) દ્વારા આ ડ્રોનની તાલીમ સ્વ ખર્ચે લેવામાં આવી છે. જે આગામી સમયમાં માત્ર અમદાવાદ પોલીસ જ નહીં પણ પુરી ગુજરાત પોલીસ માટે ઉપયોગી બનશે.
ડ્રોનના તાલીમબદ્ધ પોલીસકર્મીઓ જે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. જેમને ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેઇનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી છે. જે ટ્રેઇનિંગ ડિજીસીએ (ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન) માન્ય છે. જેથી ડ્રોન તેના પ્રકાર, તેનો ઉપયોગ અને ડ્રોન ની તાલિમ આપવા માટે પણ માન્ય છે.
દરેક પોલીસ સ્ટેશનના પાંચ-પાંચ પોલીસકર્મીઓને તાલીમ અપાશે
ડ્રોનની જરૂરિયાત અમદાવાદ અને ગુજરાતમાં એ માટે રહેતી હોય છે કે, ગુજરાત પહેલેથી સંવેદનશીલ અને આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે. રાજ્યનો સૌથી મોટો બંદોબસ્ત એવો રથયાત્રાનો બંદોબસ્ત મનાય છે. જેમાં અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાંથી પણ પસાર થતી હોય છે, ત્યારે ભૂતકાળના અનુભવને ધ્યાનને રાખી સંવેદનશીલ વિસ્તારોમાં આકાશી સર્વેલન્સ રાખવા ખાસ સ્ક્વોડ તૈયાર કરવામા આવી છે. જેના થકી સર્ટિફાઇડ ડ્રોન હવે પોલીસ વાપરી શકશે અને આગામી સમયમાં દરેક પોલીસ સ્ટેશનના પાંચ-પાંચ પોલીસકર્મીઓને આ તાલીમ આપવામાં આવશે તેવું શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે.
ડ્રગ્સના વેચાણના સ્પોટ નક્કી કરી ડ્રોન વડે સર્વેલન્સ કરશે
ડ્રોન સ્ક્વોડના પોલીસકર્મી જયપાલસિંહએ જણાવ્યું કે, લગ્નમાં કે અન્ય કોઈ કાર્યક્રમમાં જે ડ્રોન ઉડે છે એ તાલીમ વગર અને ગેરકાયદે ઉડાવવામાં આવતા હોય છે. ડ્રોન ઉડાવવા માટે એક મંજૂરી લેવામાં આવતી હોય છે. આ ડ્રોનની તાલીમ લીધા બાદ ટેક્નોલોજીનો વ્યાપ વધશે એમ કામગીરી વધશે અને અનેક પ્રકારના પોલીસના કામમાં મદદરૂપ થશે. મહત્વનું છે કે, સુરક્ષા બંદોબસ્ત માટે ડ્રોન પોલીસનું મુખ્ય હથિયાર છે. માટે જ બંદોબસ્ત કે આંતકી હુમલા બાદ હવે પોલીસ ડ્રગ્સના વેચાણના સ્પોટ નક્કી કરી ડ્રોન વડે સર્વેલન્સ કરશે અને ડ્રગ્સની પ્રવૃત્તિ પર પણ રોક લગાવવા માટે આ કામગીરી મહત્વની રહેશે.