Home /News /ahmedabad /અમદાવાદ: મિત્રનું મૃત્યુ થતાં જ તેની પત્ની પર બગડી દાનત, એક દિવસ વટાવી દીધી હદ

અમદાવાદ: મિત્રનું મૃત્યુ થતાં જ તેની પત્ની પર બગડી દાનત, એક દિવસ વટાવી દીધી હદ

42 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Ahmedabad Crime: સરખેજમાં વિસ્તારમાં રહેતા અને અગરબત્તીની કંપનીમાં લીગલ હેડ તરીકે નોકરી કરતી મહિલાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં એક મહિલા સાથે પતિના જ મિત્ર અને ભાગીદારે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સરખેજમાં વિસ્તારમાં રહેતા અને અગરબત્તીની કંપનીમાં લીગલ હેડ તરીકે નોકરી કરતી 42 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સરખેજ વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન થોડા વર્ષો પહેલા થયા હતા. મહિલાના પતિ ઓનલાઈન ટ્રેડિંગનો વ્યવસાય હેમંત નાયક નામના મિત્ર સાથે ભાગીદારીમાં કરતો હતો. જોકે, કોરોનાકાળમાં મહિલાના પતિનું અવસાન થયું હતું. જે બાદ પતિના ભાગીદાર હેમંત નાયકે મહિલાને ફોન કરીને બિઝનેસમાં જોડે કામ કરવા માટે દબાણ કર્યું હતું. જોકે મહિલાએ LLB કર્યું હોવાથી તેને વકીલાત સાથે જોડાયેલું કામ કરવું હોવાથી તેણે આરોપી સાથે બિઝનેસ કરવાની ના પાડી હતી.

મહિલાના પતિના મોત બાદ તે અગરબત્તીની કંપનીમાં લીગલ હેડ તરીકે નોકરીએ લાગી હતી. જોકે બાદમાં પણ અવારનવાર પતિનો ભાગીદાર જોડે કામ કરવા માટે સતત દબાણ કરતો હતો અને આશરે એક મહિના પહેલા આરોપી હેમંત નાયક અચાનક મહિલાની ઓફિસે પહોંચી ગયો હતો અને તે સમયે મહિલા ઓફિસમાં એકલી હોવાથી તેની એકલતાનો લાભ લઈને મહિલાને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરી તેનો હાથ પકડીને બાથમાં ભીડી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, પાક મોકલતો હતો સિમ કાર્ડ

જોકે, મહિલાને આ વાત પસંદ ન આવતા તેણે હેમંતને ધક્કો મારી ત્યાંથી નિકળી જવાનું કહ્યુ હતું. આ મામલે મહિલાએ પરિવારજનોને જાણ કરતા અંતે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરતા સરખેજ પોલીસ સ્ટેશનમાં પહેલા અરજી આપવામાં આવી હતી, જે બાદ પોલીસે હેમંત નાયક નામના શખ્સ સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે કે આ મામલે હકીકત શું છે અને કારણ શું છે?
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन