Home /News /ahmedabad /હવે તમે નામ છૂપાવીને પણ વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ આપી શકશો, પોલીસનો નવતર પ્રયોગ

હવે તમે નામ છૂપાવીને પણ વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ આપી શકશો, પોલીસનો નવતર પ્રયોગ

વ્યાજખોરી ડામવા અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કર્યો છે

Ahmedabad News: વ્યાજખોરી ડામવા અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. વ્યાજખોરોની ફરિયાદ માટે અમદાવાદ પોલીસે દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી મુકાવી છે. જેથી હવે કોઈપણ વ્યક્તિ પોતાની ઓળખ છૂપાવી વ્યાજખોર વિરુદ્ધ રજૂઆત કરી શકશે.

    અમદાવાદ: વ્યાજખોરી ડામવા અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કર્યો છે. વ્યાજખોરોની ફરિયાદ માટે અમદાવાદ પોલીસે દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી મુકાવી છે. જેથી હવે કોઈપણ વ્યક્તિ પોતાની ઓળખ છૂપાવી વ્યાજખોર વિરુદ્ધ રજૂઆત કરી શકશે. મહત્વનું છે કે, વ્યાજખોરોના ડરને કારણે સામાન્ય જનતા પોલીસ ફરિયાદ કરતાં પણ ભય અનુભવતી હોય છે. જેને લઈને હવે પોલીસે આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેમાં વ્યાજખોરોનો ભોગ બનેલી વ્યક્તિ પોતાની ઓળખ છૂપાવી એટલે કે નામ છૂપાવીને પણ વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ આપી શકશે.

    પોલીસએ નવતર પ્રયોગ શરૂ કર્યો

    ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે તવાઇ બોલાવવામાં આવી છે. અનેક જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે પોલીસની આ મુહિમ અંગે જાગૃતતા લાવવા માટે પોલીસએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આવા કોઇ પણ વ્યાજખોરો બાબતે કોઈની પાસે માહિતી હોય તો તથા વ્યાજખોરોના ત્રાસ બાબતે વ્યાજખોરોના નામ જાણ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં તેમજ કોઇને ખાનગીમાં રજૂઆત કરવી હોય તો ખાનગીમાં પણ પોતાની રજૂઆત કરી શકે છે.

    આ પણ વાંચો: ફરી ગરમ કપડામાં લપેટાયા લોકો, રાજ્યમાં પારો ગગડતાં કડકડતી ઠંડી; આબુમાં -3 ડિગ્રી

    અહીં મુકવામાં આવી ફરિયાદ પેટી

    આ માટે પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર, શાંતિવન, ફતેપુરા ગામ, ધરણીધર ચાર રસ્તા તથા પોલીસ મથકે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ પેટી મુકવામાં આવી છે. જેમાં લોકો કોઇપણ વ્યાજખોરોની માહિતી પુરી પાડી શકશે. જે પેટી સમયાંતરે ખોલવામાં આવશે અને પોલીસને જો કોઇ આવી માહીતી મળશે તો તેના વિરુદ્ધમાં તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन