Home /News /ahmedabad /અમદાવાદ : ઉત્તરાયણના પર્વને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, આ બાબતો પર લગાવ્યો પ્રતિબંધ

અમદાવાદ : ઉત્તરાયણના પર્વને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, આ બાબતો પર લગાવ્યો પ્રતિબંધ

પ્રતિકાત્મક તસવીર

કોરોનાની પરિસ્થતિને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા બહાર પાડેલ ગાઇડલાઇનનો કડકપણે અમલ કરવાનો રહેશે

અમદાવાદ : એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે. બીજી તરફ આ મહામારી દરમિયાન આવતા પર્વની ઉજવણીમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વખતો વખત કેટલી ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ તહેવારોની ઉજવણી કરવામાં આવી છે. જ્યારે હવે ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરીજનોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ બાબતો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો

- કોઈપણ વ્યક્તિએ જાનનું જોખમ થાય જાહેર માર્ગ ફૂટપાથ કે ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા પર

- આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર

- આમ જનતાની લાગણી દુભાવવા એ તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણ લખી પતંગ ઉડાડવા ઉપર

આ પણ વાંચો - રાજકોટ : 118 કરોડના ખર્ચે લાઈટ હાઉસ પ્રોજેકટનું નિર્માણ કરાશે, પીએમ મોદી ઇ-ખાતમુહૂર્ત કરશે

- વાંસના બંબુઓ, લોખંડની પટ્ટી, લોખંડ કે અન્ય ધાતુના તારમાં લંગર બનાવી જાહેર માર્ગ કે ગલીઓમાં દોડા દોડી કરવા પર

- ટેલિફોન કે ઇલેક્ટ્રિક તાર પર લોખંડ કે અન્ય ધાતુમાં લંગર નાંખવા તેમજ પતંગ કે દોરી કાઢવા પર

- જાહેરમાર્ગો પર ઘાસચારોનું વેચાણ કરવા પર

- ચાઇનીઝ દોરીની આયાત, ખરીદ - વેચાણ કે સંગ્રહ કરવા પર, ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી પતંગ ઉડાડવા પર

- ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટરના ઉત્પાદન, ખરીદ વેચાણ કે તેનો ઉપયોગ પર / ઉડાડવા પર
" isDesktop="true" id="1059212" >

- સરકાર દ્વારા પાડવામાં આવેલ ગાઇડલાઇનનું કડકપણે અમલ કરવાનો રહેશે

જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Ahmedabad police, Festival, Uttarayan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો