Home /News /ahmedabad /અમદાવાદ પોલીસે 150 કિમીના કેમેરા ચેક કરી લૂંટના 2 આરોપીને ઝડપ્યા, 35 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ પોલીસે 150 કિમીના કેમેરા ચેક કરી લૂંટના 2 આરોપીને ઝડપ્યા, 35 લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપીની તસવીર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 લાખની લૂંટ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે 50 લાખની લૂંટ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે અને 35 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. મહત્વનું છે કે, આરોપીઓને પકડવા માટે પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા.

પોલીસે પકડેલા બંને આરોપીએના નામ વિશાલ સિંધી અને પ્રતિક પાનવેકર હોવાનું જાણવા મળ્યું છે. વિશાલ પોતાની ગેંગ ચલાવે છે. તેને એવો વહેમ હતો કે, તેને પોલીસ ક્યારેય પકડી શકે નહીં. આરોપીએ ગત 28 એપ્રિલે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને નવરંગપુરામાંથી 50 લાખની લૂંટ કરી હતી અને ત્યારબાદ ત્યાંથી આણંદ ભાગી ગયા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સમી સાંજે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

આરોપીઓએ લૂંટ કર્યા બાદ રૂપિયા અંદરોઅંદર ભાગ પાડી લીધો હત. પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ રેકી કર્યા બાદ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ એટલા ચાલાક છે કે લૂંટ કર્યા બાદ બીજા જિલ્લામાં જતા રહ્યા હતા અને એ પણ હાઈવે નહીં પરંતુ અંદરના રસ્તે જતાં હતાં.

આ પણ વાંચોઃ પાંચ દિવસની આગાહી કરીને હવામાન વિભાગે 2 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી



આરોપીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે વારંવાર કપડાં, જૂતા બદલી લેતા હતા અને ચેહરો ના આવે તેનું પણ ધ્યાન રાખતા હતા. આરોપીઓને પકડવા પોલીસે 150 કિલોમીટર સુધી હજારો કેમેરા ચેક કર્યા હતા. આરોપી વિશાલે લૂંટના રૂપિયાથી એક બાઈક પણ લીધી હતી. મહત્વનું છે કે, આરોપીઓ 3થી વધુની ગેંગમાં રેકી કરી અને ત્યારબાદ ઘટનાઓને અંજામ દેતા હતા. નોંધનીય છે કે, આરોપી વિશાલ સિંધી આગાઉ પણ 2 લૂંટ કરી ચૂક્યો હતો, પરંતુ પકડાયો નહોતો. જેથી તેને એવું હતું કે, તેને કોઈ પકડી શક્શે નહીં. હાલ પોલીસ ફરાર અન્ય આરોપી પવન સિંધી અને અને અન્ય એક આરોપીની શોધખોળ કરી રહી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police