અમદાવાદઃ દિવાળીના દિવસોમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડનાર 50ની સામે ગુનોં નોંધાયો

દિવાળીના દિવસોમાં અત્યાર સુધીમાં પોલીસે 50થી વધુ લોકોને પકડ્યા છે. 70થી વધુ લોકો સામે ગેરકાયદે ફટાકડા વેચવાનો ગુનો નોંધાયો છે.

News18 Gujarati
Updated: November 9, 2018, 9:50 AM IST
અમદાવાદઃ દિવાળીના દિવસોમાં  રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડનાર 50ની સામે ગુનોં નોંધાયો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 9, 2018, 9:50 AM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદ

દિવાળીના તહેવાર નિમિત્તે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંતર્ગત રાત્રે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર લોકો સામે ગુનોં નોંધાશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે.આ અંતર્ગત અમદાવાદ પોલીસ એક્સનમાં આવી ગઇ હતી. દિવાળીના દિવસોમાં અત્યાર સુધીમાં પોલીસે 50થી વધુ લોકોને પકડ્યા છે. 70થી વધુ લોકો સામે ગેરકાયદે ફટાકડા વેચવાનો ગુનો નોંધાયો છે.
આમ 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર લોકો સામે અમદાવાદ પોલીસે તવાઇ બોલાવી છે.

મળતી માહિતી પ્રમાણે અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે નાના બાળકોથી લઇને મોટા લોકો ફટાકડા ફોડીને દિવાળઈનો તહેવાર મનાવે છે. જોકે, આ દિવાળીના તહેવારોમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડનાર ઉપર અમદાવાદ પોલીસે તવાઇ બોલાવી છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી દિવાળીના તહેવાર દરમિયાન 10 વાગ્યા પછી ફટકાડા ફોડનાર 50થી વધુ લોકોને પકડવામાં આ્યા છે. આ તમામ સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ 70થી વધુ લોકો સામે ગેરકાયદે ફટાકડા વેચવાનો ગુનો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, દિવાળી પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા અમદાવાદ શહેરીજનો જોગ જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે. આ જાહેરનામું અમદાવાદમાં ફટાકડા ફોડવા અને ફટાકડાના વેચાણ અંગે હતું. જેમાં રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડનાર સામે ગુનોં નોંધાશે અને કાયદેસની કાર્યવાહી હાથ ધરાશે.
First published: November 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...