Home /News /ahmedabad /અમદાવાદઃ નવરાત્રિ મહોત્સવમાં PM મોદી ઉપસ્થિત રહ્યા, માં જગદંબાની આરતી ઉતારી

અમદાવાદઃ નવરાત્રિ મહોત્સવમાં PM મોદી ઉપસ્થિત રહ્યા, માં જગદંબાની આરતી ઉતારી

ચોથા નોરતે PM મોદીએ માં જગદંબાની આરતી ઉતારી હતી.

PM Modi at Navratri Mahotsav: આજે ચોથા નોરતે PM મોદીએ માં જગદંબાની આરતી ઉતારી હતી. GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં મતાજીના દર્શન કર્યા હતા.

    અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. નવરાત્રિ મહોત્સવમાં PM મોદી ઉપસ્થિત રહ્યા હતા. PM મોદી ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ જોડાયા હતા. આજે ચોથા નોરતે PM મોદીએ માં જગદંબાની આરતી ઉતારી હતી. GMDC ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં મતાજીના દર્શન કર્યા હતા. પીએમનું સ્વાગત સોલા ભાગવતના 108 ઋષિકુમારો દ્વારા શ્લોક દ્વારા કરવામાં આવ્યું હતું. દીપ પ્રજવલ્લિત કર્યા બાદ મહાઆરતી શુરૂ થઇ હતી. જે બાદ પીએમ મોદી કલાકારોને મળ્યા હતા. પીએમ મોદીએ સ્ટેજ પાસે જઈને ગાયક કલાકારો સાથે મળીને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

    નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો ગરબો આજે 'ગ્લોબલ ગરબો' બન્યો છે. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આજે આદ્યશક્તિની મહાઆરતીનું આ પર્વ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજ પરંપરાને આગળ ધપાવતા ગરબાના માધ્યમ દ્વારા આપણી આ સમાજની સાંસ્કૃતિક વિરાસતનું દુનિયાને દર્શન કરાવી રહ્યા છે. આજે દેશ-વિદેશથી વિશાળ સંખ્યામાં નવરાત્રી મહોત્સવ જોવા લોકો આવી રહ્યા છે.



    આ પણ વાંચો: અમદાવાદના આંગણે નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવતા PM મોદી

    26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી આયોજિત નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો અહીં ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ નવરાત્રી પર્વની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. નવરાત્રીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવરાત્રી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

    આ વર્ષે કોરોનાના કેસોમાં રાહત મળી છે, તેથી ખેલૈયાઓનો ઉત્સાહ ગરબા રમવા માટે પરાકાષ્ઠાએ છે ત્યારે વાયબ્રન્ટ નવરાત્રીના આયોજનમાં આ વખતે ઘણા નવા આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે ખાસ શેરી ગરબાની થીમનું આયોજન કરવામાં આવ્યુ છે, જ્યાં ગ્રાઉન્ડ પર ટ્રેડિશનલ ડ્રેસ ફરજીયાત રાખવામાં આવ્યો છે. સાથે જ તારીખ 27 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ખાસ રાજ્ય કક્ષાની ગરબા સ્પર્ધા રાખવામાં આવી છે જેમાં છેલ્લા નોરતે વિજેતા ઘોષિત કરવામાં આવશે.

    નવરાત્રી 2022માં ખાસ થીમ પેવેલિયનની સાથે હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, આનંદ નગરી, બાલ નગરી અને નડાબેટ, દાંડિયા દ્વાર. દીયા અને ગરબીના થિમેટીક ગેટ્સ રાખવામાં આવ્યા છે. તો અન્ય થીમ આધારીત વિવિધ સ્થળોની ઝાંખી પણ તૈયાર કરવામાં આવી છે જેમાં ગબ્બર અંબાજી 51 શક્તિપીઠ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ સેતુ, વર્લ્ડ હેરીટેડ સીટી અમદાવાદ, સ્વામી નારાયણ મંદિર, ચબુતરા ગાર્ડન, આર્ટ વોલ ઓફ વર્લ્ડ હેરીટેજ સીટી જોવા મળશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Navratri 2022, PM Modi પીએમ મોદી

    विज्ञापन
    विज्ञापन