Home /News /ahmedabad /અમદાવાદ: PM મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ, 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો

અમદાવાદ: PM મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ, 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો

PM મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ

PM Modi at Khadi festival: પીએમ મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ખાદી મહોત્સવમાં પીએમ મોદીએ ચરખો કાંત્યો હતો.

    અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા છે, ત્યારે તેઓ રિવરફ્રન્ટ ખાતે આયોજીત ખાદી ઉત્સવમાં હાજરી આપી હતી. પીએમ મોદીના હસ્તે ખાદી ઉત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ખાદી મહોત્સવમાં પીએમ મોદીએ ચરખો કાંત્યો હતો. પીએમ મોદીએ બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગ લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંત્યો હતો.

    ખાદી ઉત્સવ, ખાદી કારીગરો માટે આત્મનિર્ભર ભારત તરફ વધુ એક કદમ છે. વિશ્વમાં પ્રથમવાર 7500 મહિલા કારીગરો ચરખો કાંતશે અને ચરખો કાંતી ખાદી ગ્રામ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે. ભાગ લેનાર મહિલાઓ સફેદ સાડી પર તિંરગાનું અંગવસ્ત્ર પહેર્યું છે. રાજ્યમાંથી આવેલા 75 રાવણહથ્થા કલાકારો દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાદી ઉત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી મહિલાઓ આવી છે.


    ઉપરાંત ગુજરાત રાજ્ય ખાદી ગ્રામધોગ બોર્ડના નવા કાર્યલાય ભવનનું ઇ લોકાર્પણ કરાશે. જે બાદ પીએમ મોદી સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા ફુટ ઓવર બ્રિજનું ઇ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગાંધીયન થીમ આધારિત લાઇવ સંગીત અને વિભીન લોક વાદ્ય યંત્રોનું સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કરાશે. ખાદીનું ગૌરવ ઉજાગર કરતાં અનોખા ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત માટે અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ તેમજ ગૃહ અને મહેસુલ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર અને માર્ગ મકાન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપરાંત મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું.
    Published by:Azhar Patangwala
    First published:

    विज्ञापन
    विज्ञापन