Home /News /ahmedabad /અમદાવાદ: તાપણું કરવાની ના પાડતા માથાભારે શખ્સોએ RPF જવાન પર કર્યો પથ્થરમારો

અમદાવાદ: તાપણું કરવાની ના પાડતા માથાભારે શખ્સોએ RPF જવાન પર કર્યો પથ્થરમારો

માથાભારે શખ્સોએ RPF જવાન પર કર્યો પથ્થરમારો

Ahmedabad News: અસરાવા રેલવે સ્ટેશનની ચોંકાવનારી ઘટનાઃ રેલવે ટ્રેક પર ચાર શખ્સો તાપણું કરીને બેઠા હતા, તાપણું કરવાની ના પાડતા માથાભારે શખ્સોએ RPF જવાન પર કર્યો પથ્થરમારો

અમદાવાદ: રેલવે સ્ટેશન અસામાજીક તત્વોનો અડ્ડો છે, તે કહેવું કંઇ ખોટું નથી. કારણે કે અવારનવાર મારમારી, ચોરી, લૂંટના બનાવો બની રહ્યા છે. ગઇકાલે અસારવા રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા આરપીએફના જવાન પર ચાર શખ્સોએ પથ્થમારો કરીને નાસી જતા ચકચાર મચી ગઇ છે. ચારેય શખ્સો રેલવે ટ્રેક પર તાપણું કરી રહ્યા હતા ત્યારે આરપીએફના જવાને તેમને રેલવે લાઇનથી બહાર નીકળી જવાનું કહ્યુ હતું. ચારેય શખ્સોને બહાર જવાનું કહેતા મામલો બિચક્યો હતો અને જવાન પર પથ્થરમારો કરી દીધો હતો.

પ્લેટફોર્મ નંબર 3 પાસે તાપણું કરી રહ્યા હતા શખ્સો

સરસપુરમાં રહેતા અને રેલવે પ્રોટેક્શન ફોર્સમાં ફરજ બજાવતા ભરતભાઇ યાદવે રેલવે પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો વિરૂદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. ભરતભાઇ છેલ્લા સાત વર્ષથી અમદાવાદ રેલવેમાં પોતાની ફરજ બજાવે છે. બુધવારના દિવસે ભરતભાઇ અસારવા રેલવે સ્ટેશનમાં ફરજ પર હાજર હતા ત્યારે ડ્યુટી સ્ટેશન માસ્ટર વિનોદ બારોટ તેમની પાસે આવ્યા હતા અને જાણવ્યુ હતું કે, પ્લેટફોર્મ નંબર 3 પાસે કોઇ વ્યકિતઓ તાપણું કરી રહ્યા છે.

આ પણ વાંચો: વડોદરા: રોમિયો દ્વારા યુવતીની છેડતીનો વીડિયો પોલીસે કર્યો ટ્વિટ

મોઢા પર પથ્થર વાગતા પહોંચી ઇજા

તપાણું કરનાર શખ્સો માથાભારે હોય તેવું લાગી રહ્યું છે. સ્ટેટ માસ્ટરની વાત સાંભણીને ભરતભાઇ એક રેલવે ટ્રેક પર પહોંચી ગયા હતા. જ્યાં ચાર શખ્સો તાપણું કરી રહ્યા હતા. ભરતભાઇએ તાપણું ઓલવીને રેલવે લાઇનથી દૂર જતાં રહાનું કહેતા ચારેય શખ્સો ઉશ્કેરાયા હતા અને ગાળો બોલીને મારમારી કરવા લાગ્યા હતા. દરમિયાનમાં માથાભારે શખ્સોએ આરપીએફના જવાન ભરતભાઇ પર પથ્થરમારો શરુ કરી દીધો હતો. ભરતભાઇના મોઢા પર પથ્થર વાગતા તે ઇજાગ્રસ્ત થયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે પ્લેટફોર્મ તરફ દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં મોડીરાતે રેલવે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને તપાસ બાદ વધુ ખુલાસો થઈ શકે તેમ છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन