Home /News /ahmedabad /Pati patni aur woh: અમદાવાદ: પતિ બાળકોને ભણાવવાનો ખર્ચ પણ ન આપતો, આખો દિવસ અન્ય યુવતી સાથે કરતો હતો વાતો
Pati patni aur woh: અમદાવાદ: પતિ બાળકોને ભણાવવાનો ખર્ચ પણ ન આપતો, આખો દિવસ અન્ય યુવતી સાથે કરતો હતો વાતો
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad Couple: લગ્નના ત્રણ વર્ષ સુધી સાસરિયાઓએ આ યુવતીને સારી રીતે રાખી હતી. બાદમાં નાની નાની વાતમાં કામ-કાજમાં વાંક-ગુના કાઢી તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી.
અમદાવાદ: શહેરના (Ahmedabad) ફતેવાડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે, લગ્ન બાદ થોડા વર્ષ સુધી તેના સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી. પરંતુ બાદમાં તેના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં યુવતીનો પતિ બાળકોને ભણાવવા માટેનો ખર્ચ આપતો નહીં અને અન્ય સ્ત્રીઓ સાથે ફોનમાં વાત કર્યા કરતો હતો. સાસરિયાઓ અવાર નવાર ત્રાસ આપી યુવતીને તેનોનપતિ માર પણ માર્યો હતો. જે બાબતે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરમાં આવેલા ફતેહવાડીમાં રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2013માં થયા હતા. બાદમાં તે તેના સાસરિયાઓ સાથે રહેવા ગઇ હતી. લગ્નના ત્રણ વર્ષ સુધી સાસરિયાઓએ આ યુવતીને સારી રીતે રાખી હતી. બાદમાં નાની નાની વાતમાં કામ-કાજમાં વાંક-ગુના કાઢી તેને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. કામ કરતી વખતે કોઈ ભૂલ થાય તો તારી મમ્મીના ઘરે થી કશું શીખીને નથી આવી, કઈ આવડતું નથી તેમ કહી માનસિક ત્રાસ આપવાનું સાસરિયાઓએ શરૂ કર્યું હતું.
યુવતીનો પતિ ફોનમાં કોઈ સ્ત્રી સાથે લાંબો સમય સુધી વાતો કરતો હતો. જે બાબતે યુવતી તેના પતિને પૂછે તો તે સરખો જવાબ આપતો નહીં અને ફોન બાબતે કોઈ વાત કરવી નહીં એમ કહેતો હતો. યુવતીએ તેના પતિનો ફોન ચેક કરતા કોઈ છોકરીનું કોલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જેથી તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે યુવતીએ તેની સાસુને કહેતા સાસુએ જણાવ્યું કે, તેના દીકરાને કોઈ બીજી છોકરી સાથે સંબંધ નથી છોકરાને ખોટી રીતે બદનામ કરે છે તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
એટલું જ નહીં યુવતીની નણંદ પણ આ બાબતે તું ખોટી છે તેમ કહી તેની પર આક્ષેપ કરતી હતી અને તેના પતિ પાસે માર ખવડાવતી હતી. યુવતી ઘરખર્ચના અને છોકરાના ભણતર માટે પૈસા માંગે તો તેનો પતિ આપતો નહીં અને અન્ય યુવતીઓ સાથે વાતો કરતો હતો. યુવતીનો પતિ તારા હાથનું જમવાનું ખાવું નથી રસોઈ બનાવતા આવડતું નહીં નથી તેમ કહી તને રાખવી નથી હું બીજી ને લાવીશ તું મારા ઘરે થી જતી રહે તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
" isDesktop="true" id="1211334" >
સમગ્ર બાબતને લઈને યુવતીના પતિએ તેને માર મારતા સમગ્ર બાબતને લઈને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ત્રણ લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.