Home /News /ahmedabad /

અમદાવાદમાં પતિ પત્ની ઔર વો : પતિએ પત્નીને હોટલમાં અન્ય યુવક સાથે કઢંગી હાલતમાં પકડી અને

અમદાવાદમાં પતિ પત્ની ઔર વો : પતિએ પત્નીને હોટલમાં અન્ય યુવક સાથે કઢંગી હાલતમાં પકડી અને

અમદાવાદનો પતિ પત્ની ઔર વો (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad news: હોટલના રૂમમાં જઇ તપાસ કરતા મહિલા તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. આ સમયે પ્રેમી અને તેની પત્નીએ ફરિયાદીને તું અહિંયા કેમ આવ્યો છે. તું અહિથી ચાલ્યો જા નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ફરિયાદી યુવકને ગાલ ઉપર લાફા માર્યા હતા.

વધુ જુઓ ...
    અમદાવાદ : શહેરમાં (Ahmedabad) ફરીથી પતિ પત્ની અને વોનો (Pati Patni aur woh) કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્ની અને પ્રેમીને હોટલમાં કઢંગી હાલતમાં પકડી પાડ્યા હતા. પત્નીનો (wife extramarital affair) જન્મદિન હોવાથી મિત્ર સાથે હોટલમાં આવી હતી. જેને પતિએ પકડી પાડતા હોબાળો મચી જવા પામ્યો હતો. જોકે, પત્નીએ પોતાનો જન્મદિન હોવાને કારણે હોટલમાં આવી હોવાનું કહ્યું હતુ. નરોડા પોલીસે (Naroda Police) બંને પક્ષે મારા મારી અને જાનથી મારી નાંખવાના આક્ષેપો કરતી ફરિયાદ કરી હતી.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, કલોલ ખાતે રહેતા 28 વર્ષના યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની તથા કડી તાલુકાના એક ગામમાં રહેતા પ્રેમી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. યુવકના મહિલા સાથે છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં રહેતી પોતાની પત્ની તથા કડી તાલુકાના એક ગામમાં રહેતા પ્રેમી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પતિને પત્નીને અન્ય યુવક સાથે આડા સબંધની શંકા હોવાથી બન્ને વચ્ચે આ મુદ્દે તકરાર થતાં ચાર વર્ષ પહેલા પત્ની રિસાઇને પિયરમાં રહેવા જતી રહી હતી.

    સંભાળજો! આજે આ વિસ્તારોમાં ખાબકશે જોરદાર વરસાદ

    પતિને બાતમી મળી હતી કે, પોતાની પત્ની અન્ય પુરુષ સાથે નરોડા રિંગ રોડ ઉપર આવેલી હોટલમાં આવી છે. જેને લઇને ફરિયાદી યુવકે કન્ટ્રોલમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી અને પોલીસને સાથે લઇને હોટલમાં ગયા હતા. જ્યાં હોટલના રૂમમાં જઇ તપાસ કરતા મહિલા તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. આ સમયે પ્રેમી અને તેની પત્નીએ ફરિયાદીને તું અહિંયા કેમ આવ્યો છે. તું અહિથી ચાલ્યો જા નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ફરિયાદી યુવકને ગાલ ઉપર લાફા માર્યા હતા.

     ન્યારી ડેમના પાણીમાં સ્ટન્ટ કરવા ભારે પડ્યા, થાર કાર સાથે એકની ધરપકડ

    સામેના પક્ષે મહિલાએ પતિ સામે ફરિયાદ નોધાવી છે કે, મહિલાનો જન્મ દિવસ હોવાથી તેના મિત્ર સાથે હોટલમાં આવી હતી.



    આ સમયે આરોપી પતિએ ત્યાં આવીને તું બીજા પુરુષ સાથે અહિંયા હોટલમાં શુ કરે છે, તેમ કહીને માર મારીને હોબાળો કર્યો હતો. જે બાદ મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Husband and Wife, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन