Home /News /ahmedabad /અમદાવાદમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ કેવી રીતે-કોના માટે કરતો કામ? થયો ઘટસ્ફોટ

અમદાવાદમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ કેવી રીતે-કોના માટે કરતો કામ? થયો ઘટસ્ફોટ

દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર સિનિયર સિટીઝન જાસૂસની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

Pakistani spy caught: દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર સિનિયર સિટીઝન જાસૂસની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પાકિસ્તાની જાસૂસ બની 72 વર્ષના વૃદ્ધએ આંતરિક સુરક્ષાને લગતી માહિતી પહોંચાડી હતી.

અમદાવાદ: દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર સિનિયર સિટીઝન જાસૂસની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પાકિસ્તાની જાસૂસ બની 72 વર્ષના વૃદ્ધએ આંતરિક સુરક્ષાને લગતી માહિતી પહોંચાડી હતી. આરોપી સીમકાર્ડ અને વોટ્સએપ ઓટીપી દ્વારા પાકિસ્તાનીઓને મદદ કરતો હતો.

ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં આવેલા કાળા બુરખામાં રહેલો અબ્દુલ વહાબ પઠાણ પાકિસ્તાનનો જાસૂસ છે. 72 વર્ષનો અબ્દુલ વહાબ પહેલી નજરે વૃદ્ધ અને લાચાર વ્યક્તિ લાગે પણ તે દેશ વિરોધી માહિતી પાકિસ્તાની ઇન્ટેલિજન્સને મોકલવામાં મદદ કરતો હતો. આરોપીએ સરકારી વેબસાઇટ ક્લોન વેબસાઈટ બનાવી લશ્કરીદળોમાં નિવૃત જવાનો અને સિનિયર અધિકારીઓની માહિતી એકત્રિત કરીને પાકિસ્તાન મોકલાવતો હતો. જેના માટે આરોપી અબ્દુલ વહાબ અમદાવાદમાંથી સીમકાર્ડ ખરીદતો હતો. જે સીમકાર્ડ નંબર ન્યૂ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત જતોઈને પહોંચાડતો હતો. તે નંબરનું પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓફિસર શફાકત વોટ્સએપ એપ્લિકેશન ડાઉનલોડ કરતો હતો. તેને એક્ટિવ કરવા અબ્દુલ વહાબએ ખરીદેલા સીમકાર્ડનું ઓટીપી શફાકત આપતો હતો. જેનાથી વોટ્સએપ એક્ટિવ કરીને તમામ માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં બીજા નોરતા પર વરસાદે પાણી ફેરવ્યું, ગ્રાઉન્ડ-શેરીઓ પાણી-પાણી!

પકડાયેલ પાકિસ્તાની જાસૂસ અબ્દુલ વહાબ મૂળ પાકિસ્તાનો રહેવાસી છે. જેનું મૂળ વતન અફઘાનિસ્તાન બોર્ડર પર છે, પણ છેલ્લા 30 વર્ષથી અમદાવાદના કાલુપુર ખજૂરી મસ્જિદની ગલીમાં પરિવાર સાથે રહે છે. જે એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે 35 વર્ષ નોકરી કરી પણ વર્ષ 2010 નિવૃત થયો હતો. જે આરોપી પાકિસ્તાનના વિઝા મેળવા ન્યૂ દિલ્હી ગયો હતો. તે સમયે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ શફાકત જતોઇના સંપર્કમાં આવ્યો હતો અને પૈસા માટે પાકિસ્તાન જાસૂસ બન્યો હતો.

આરોપી છેલ્લા 4 વર્ષથી દેશ વિરોધી કૃત્ય કરતો હતો. જેમાં અત્યાર સુધીમાં અનેક સીમકાર્ડ માધ્યમથી વોટ્સએપ એક્ટિવ કરાવ્યું છે, પરંતુ તેની પાસેથી 10 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે. જે કોના નામે ખરીદ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી અબ્દુલ વહાબ ચારથી પાંચ વખત પાકિસ્તાન જઈને આવ્યો છે. આ પ્રકારે અબ્દુલ વહાબ જેવા અનેક પાકિસ્તાન જાસુસોની મદદથી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી ભારત વિરુદ્ધના નેટવર્કને ફેલાવાનું ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે.

મહત્વનું છે કે, જે એક્ટિવ થયેલા વોટ્સએપ દ્વારા પાકિસ્તાન સ્થિત ઇન્ટેલિજન્સ એજન્સી isis દ્વારા ભારતના સુરક્ષાદળોની અત્યંત ગોપનીય અને સુરક્ષા દ્રષ્ટીએ અતિસંવેદનશીલ આંતરિક વ્યવસ્થાની માહિતી એકત્રિત કરીને ભારત વિરુદ્ધ ગુનાહિત કાવતરું ધડીને નેટવર્ક ઉભું કરતા હતા. ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાની જાસૂસ કેન્દ્રીય સૈનિક બોર્ડ અને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેરની વેબસાઈટ જેવી ફેક વેબસાઈટ બનાવી આ સીમકાર્ડ દ્વારા લશ્કરીદળોના નિવૃત જવાનો વોટ્સએપ કોલ કે મેસેજ મોકલી ટાર્ગેટ કરતા હતા. આરોપીને એક સીમ કાર્ડના બદલે 8થી 10 હજાર રૂપિયા મળતા હતા. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા સીમકાર્ડનો ઉપયોગ કર્યો છે? તે મુદ્દે રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીએ અનેક અધિકારીઓની જાસૂસી પણ કરી આપી છે. કોની-કોની માહિતીઓ પહોંચાડી એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन