Home /News /ahmedabad /

અંબાજી માતાના ચરણોમાં અર્પણ થશે સોનાની પાદુકા, જોઈ લો 23 તોલાની પાદુકા

અંબાજી માતાના ચરણોમાં અર્પણ થશે સોનાની પાદુકા, જોઈ લો 23 તોલાની પાદુકા

સોનાની પાદુકા

Ahmedabad News: જયભોલે ગ્રૂપ અમદાવાદ દ્વારા અંબાજી માતાના ચરણોમાં સોનાની પાદુકા આપશે.

અમદાવાદ: ગુજરાતનું સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં (Amnaji Temple) અંબાજી માતામાં ભક્તોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. તમામ જ્ઞાતિના લોકોમાં અબાજીના આશીર્વાદ લેવા આવે છે. આશીર્વાદ સાથે માં અંબાજીના ચરણોમાં અર્પણ કરવાની ભાવના અને લાગણી રાખે છે. માં અંબા શક્તિ પણ આપે છે. ત્યારે  જયભોલે ગ્રુપ અમદાવાદની પણ લાગણી હતી કે, અંબાજી માતાજીની પાદુકા સોનાની બનાવીને અર્પણ કરવી છે. માં એ શક્તિ આપી અને જયભોલે ગ્રૂપ અમદાવાદ (Jay Bhole group Ahmedabad) દ્વારા સોનાની પાદુકા બનાવી છે અને માં અંબાના ચરણોમાં અર્પણ કરશે.

સુપ્રસિદ્ધ અંબાજી શક્તિ પીઠમાં ભક્તો દ્વારા સોનાની કોઈને કોઈ અલંકાર બનાવીને અર્પણ કરવામાં આવતા હોય છે. જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંબાજી ખાતેમાં અંબાના ચરણોમાં સોનાની પાદુકા અર્પણ કરશે. 231 ગ્રામ એટલે કે 23 તોલા સોનામાંથી પાદુકા બનાવી છે. 28 ઓગસ્ટના એટલે કે, ભાદરવી એકમના માં અંબાના ચરણોમાં અર્પણ કરશે. પરંતુ તે પહેલા સોનાની પાદુકાના ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સોનાની પાદુકા


માં અંબાના ચરણોમાં સોનાની પાદુકા અર્પણ કરે તે પહેલાં સોનાની પાદુકાના ભક્તો દર્શન કરી શકે તે માટે  જયભોલે ગ્રૂપ અમદાવાદ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 21 ઓગસ્ટના રવિવારે ઘાટલોડિયા વિસ્તારના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સવારે 8.30 કલાકથી 11 વાગ્યા સુધી સોનાની પાદુકા, 52 ગજની ધજા અને શ્રી યંત્રના ભક્તો દર્શન કરી શકશે. 21 ઓગસ્ટના સવારે 9.30 કલાકે માતાજીની પાદુકાની આરતી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ભટ્ટજી દેવાંગ ઠક્કરના હસ્તે કરવામાં આવશે. ભક્તો પણ આરતીનો લ્હાવો લઈ શકશે અને સોનાની પાદુકાના દર્શન પણ કરી શકશે.

ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે. લાખો લોકો પૂનમ ભરવા માટે અંબાજી જાય છે. ત્યારે 28 ઓગસ્ટના એટલે કે ભાદરવી એકમના દિવસે જય ભોલે ગ્રૂપ અમદાવાદ અંબાજી જશે. અંબા માતાજીના ચરણોમાં અર્પણ કરશે. ગર્ભગૃહમાં સોનાની પાદુકા સ્થાપિત થશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અંબાજી મંદિર, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन