Home /News /ahmedabad /અમદાવાદ: હદ થઇ! અનેક આડાસંબંધથી ત્રાસીને 71 વર્ષની વૃદ્ધાએ પતિને રંગે હાથે ઝડપી પાડ્યો, પછી...

અમદાવાદ: હદ થઇ! અનેક આડાસંબંધથી ત્રાસીને 71 વર્ષની વૃદ્ધાએ પતિને રંગે હાથે ઝડપી પાડ્યો, પછી...

સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન

Ahmedabad news: લગ્ન પછી વર્ષ 2010થી આ વૃદ્ધા તેમના પતિનો ત્રાસ સહન કરતા હતા, વૃદ્ધ પતિ મિલકત વેચી રસ્તે લાવી દેવાની ધમકીઓ આપતો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધાએ તેમના વૃદ્ધ પતિ સામે જ ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધાના લગ્ન થયા ત્યારબાદ વર્ષ 2010થી તેમનો પતિ માનસિક શારીરિક ત્રાસ આપી અનેક મહિલાઓ સાથે આડા સબન્ધ રાખતો હતો. વૃદ્ધાએ પુરાવા સાથે તેઓને પકડ્યા બાદ આ ઉંમરે આવું ન શોભે તેવી સલાહ આપતા વૃદ્ધ આવેશમાં આવી ગયા અને બધું વેચી તમને રસ્તે લાવી દઈશ તેવી ધમકી આપતા વૃદ્ધાએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સોલા વિસ્તારમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધા તેમના પરિવાર સાથે બારેક વર્ષથી રહે છે. તેમના પરિવારમાં તેમના પતિ, બે દીકરા અને પુત્રવધુ તથા પૌત્ર રહે છે. આ વૃદ્ધા ના લગ્નને 41 વર્ષ થયા છે અને લગ્ન બાદ દસ વર્ષ પાટણ જિલ્લામાં તેમના સાસરે રહ્યા હતા. બાદમાં તેમના પતિ સાથે અમદાવાદના સોલા વિસ્તારમાં રહેવા આવ્યા હતા. વર્ષ 2010માં તેમના પતિ સાથે આ વૃદ્ધા મણિનગર ખાતે રહેતા હતા. ત્યારે તેમના પતિને એક મહિલા સાથે આડા સંબંધ હતા જેની જાણ આ વૃદ્ધાને થતા તેઓએ તેમના પતિને અવારનવાર સમજાવવા જતા તેમના પતિ માર મારતા હતા. પરંતુ વૃદ્ધાને સંતાનમાં બે દીકરા અને તેમના ઘરે પણ સંતાનો હોવાથી સમાજમાં નામ બગડે નહીં તે માટે તેમના પતિનો શારીરિક માનસિક ત્રાસ સહન કરતા હતા.

આ પણ વાંચો: યુવક સાથે થયું એવુ કે રોવાનો વારો આવ્યો

આ દરમિયાન વૃદ્ધાનો દીકરો તથા તેની પત્ની પણ વૃદ્ધાના પતિને સમજાવવા જતા તેમણે ગંદી ગાળો બોલી શોભે નહીં તેવું વર્તન કર્યું હતું અને બાદમાં આ મારી માલિકીનું ઘર છે અને તમે બધા મારા પૈસાનું ખાવ છો તમારે જો ઘરમાં રહેવું હોય તો હું જેમ કહું તેમ જ રહેવું પડશે. નહીંતર તમે બધા આ ઘરમાંથી નીકળી જાઓ તેવી ધમકીઓ વૃદ્ધ આપતા હતા.

આ પણ વાંચો : જાહેર સભાઓ માટે BJPનો મોટો એક્શન પ્લાન

વૃદ્ધાનો કોઈ સહારો આશરો ના હોવાથી તેના પતિનો ત્રાસ સહન કરી રહેતા હતા . વર્ષ 2012થી વૃદ્ધ તેમના પતિ સાથે સોલામાં રહેવા આવ્યા ત્યારથી જ તેમના પતિ ઘણી બધી પરસ્ત્રીઓ સાથે આડા સંબંધ રાખતા હતા. વૃદ્ધાએ તેની ખાતરી કરી આધાર પુરાવા સાથે તેમના પતિને સમજાવ્યા હતા કે હવે તમારી ઉંમર નથી હવે તમે આ બધા ધંધા બંધ કરી દો. વૃદ્ધાએ આ વાત સમજાવતા જ તેમના પતિ ગુસ્સે થઈ ગયા અને માર માર્યો હતો. વૃદ્ધાના પુત્ર અને તેની પત્નીએ પણ તેમના પિતાને સમજાવવા જતા તેઓએ ગાળો બોલી તમે બધા મારા પૈસા ઉપર જ જીવો છો તમારે રહેવું હોય તો રહો નહીં તો ઘરમાંથી નીકળી જાઓ નહીં તો આ મકાન મફતના ભાવે વેચીને તમને બધાને ઘર વગરના કરી નાખીશ તેવી ધમકી આપી હતી.
" isDesktop="true" id="1285891" >

વૃદ્ધાના પતિ પાસે દારૂ પીવાની પરમીટ હોવાથી ઘણી વખત દારૂ પીને ગંદી ગાળો બોલી માર મારતા હતા. આટલું જ નહીં વૃદ્ધાના પતિએ છ મહિના પહેલા મહેમદાવાદ ખાતેની તેમના નામની જમીન જાણ બહાર વેચી નાખી હતી. બાદમાં હું બધું વેચીને તમને રસ્તા ઉપર લાવી દઈશ અને હું તમને ક્યાંયના નહીં રાખું તેવી ધમકી આપી વતન જતા રહ્યા હતા. આમ વૃદ્ધાના લગ્ન જીવન પછી વર્ષ 2010થી આજ દિન સુધી તેના પતિએ અવારનવાર ગાળો બોલી માર મારી અસહ્ય શારીરિક માનસિક ત્રાસ આપી ધમકીઓ આપતા આખરે કંટાળીને 71 વર્ષીય વૃદ્ધાએ તેમના પતિ સામે ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन