Home /News /ahmedabad /આવા ધોકેબાજ લોકો સાથે મારે નથી જીવવું, પ્રેમીએ કર્યું એવુ કામ કે નર્સે કરી લીધો આપઘાત, અમદાવાદનો ચકચારી બનાવ
આવા ધોકેબાજ લોકો સાથે મારે નથી જીવવું, પ્રેમીએ કર્યું એવુ કામ કે નર્સે કરી લીધો આપઘાત, અમદાવાદનો ચકચારી બનાવ
ahmedabad nurse suicide
Ahmedabad Nurse Suicide: એસ એમ એસ હોસ્પિટલની નર્સએ હોસ્પિટલના સાતમાં માળે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ તેણીએ પ્રેમીને લઈને લખેલો એક પત્ર મળ્યો હતો.
અમદાવાદ - શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલ એસ એમ એસ હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. મૃતક પાસેથી મળી આવેલ સ્યુસાઇડ નોટમાં તેણે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેના પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા તેને લાગી આવ્યુ હતું. સ્યુસાઇડ નોટના આધારે પોલીસએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
15મી જાન્યુઆરીએ ચાંદખેડાની એસ એમ એસ હોસ્પિટલના સાતમા માળેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં નર્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. જેમાં તપાસ દરમિયાન પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હું મારી ઈચ્છા પ્રમાણે આત્મહત્યા કરવા જઈ રહી છું એની પાછળ મારો જ વાંક છે.
તેણીએ લખ્યું હતું કે મારો વાંક એટલા માટે છે કે મે આટલો વિશ્વાસ કર્યો જયેશ પર. તેના માટે શું નથી કર્યું મેં. અને તે વાત પણ નથી કરતો મને છોડી દીધી. તેણીએ લખ્યું હતું કે આવા ધોકે બાજ લોકો સાથે મારે નથી જીવવું. જ્યારે હરતો ફરતો ત્યારે તેની માને પૂછીને આવતો અને મેરેજ માટે ના પાડતો. તારે આટલું બધુ કરવાનું ન હતું. તેણીએ લખ્યું તું કે તું મને સપોર્ટ આપીને આવી રીતે છોડીને ન જઈ શકે, જો પ્રેમ કરવાની હિંમત છે તો ઘરે વાત કરવાની અને મનાવવાની પણ હિંમત હોવી જોઈએ.
તેણીએ લખ્યું હતું કે હું મારા પરિવારને બહુ જ પ્રેમ કરું છું તો એમને હેરાન કરવાની મારી હિંમત નથી હું આત્મહત્યા કરું છું મારી લાઈફ છે મારે શું કરવું એ મારા પર છે.
" isDesktop="true" id="1325550" >
છેલ્લા બે વર્ષથી મિત્રતા કેળવીને લગ્ન માટે વાતચીત કરી હોવા છતાં લગ્નની ના પાડી દેતા અંતે યુવતીએ આત્મહત્યા કરી છે. જે અંગે પોલીસે તેના પ્રેમી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પપ્રેરણા નો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે..