અમદાવાદ: કોરોના કેસ ઓછા થતા લોકો બે ફિકર બની ગયા છે. પરંતુ બેદરકારી ફરી કોરોનાનું જોખમ વધારી શકે છે. અમદાવાદના (Ahmedabad News) એનઆઈડી (Corona cases blast in NID) કેમ્પસમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. 6 મેના 1 કેસ નોંધાયો હતો, ત્યાર બાદ 7 મેના રોજ 7 કેસ અને 8 મેના રોજ 16 કેસ અને 9 મેના 3 કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર દોડતું થયું છે.
એએમસી દ્વારા વધુ 495 લોકોના કોરોના ટેસ્ટિંગ કર્યા જેમાંથી 97 લોકોના રિપોર્ટ આવ્યા છે. જેમાં 3 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એએમસી દ્વારા હાલ એનઆઈડી કેમ્પસમાં લોકોનો પ્રવેશ બંધ કરવી દીધો છે. તેમજ વિધાર્થીઓને રૂમમાં જ જમવા સહિતની વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઓફલાઇન એજ્યુકેશન બંધ કરી ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેેન્ટ ડોકટર રાકેશ જોષીએ જણાવ્યું છે કે, કોરોના ગયો નથી. કોરોનાના કેસ વધુ આવી શકે, તકેદારી રાખવી જરૂરી છે. કોરોનાના નિયમનું પાલન કરવું પડશે. લોકોએ બીજો ડોઝ કે, બુસ્ટર ડોઝ બાકી હોય તો લઈ લેવો જોઈએ. ફરવા જઈએ તો, નિયમનું પાલન કરીએ. કોરોના કેસ ઓછા થતા જ નિયમ ભૂલી જઈએ છીએ. કેસ વધે એટલે નિયમનું પાલન કરવા લાગીએ છીએ પરંતુ ભીડમાં જતા હોયે ત્યારે માસ્ક પહેરવું જોઈએ.
કોરોના પોઝિટિવ વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી છે. વેકેશનમાં પ્રવાસન સ્થળો પર ટ્રાફિક છે અને લોકો ભૂલી ગયા છે કે કોરોના છે. લોકોએ માસ્ક પહેરવાનું પણ બંધ કરી દીધું છે. ત્યારે ડોકટર રજનીશ પટેલે કહ્યું છે કે, જે રીતે લોકો કોરોનાનું નિયમ પાલન નહીં કરે તો ચોથી નહિ 40 લહેરો પણ આવી શકે અને એક પછી એક લહેર લાવવી ન હોય તો નિયમ પાલન કરવું પડશે.
અમદાવાદ શહેર NIDમાંકોરોનાં કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.બીજી બાજુ કોરોના કેસ વધવા છતાં લોકોને કઈ જ પડી નથી. જો લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરે તો જોખમ રૂપ સાબિત થશે
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર