Home /News /ahmedabad /અમદાવાદ : વ્યાજે પૈસા લેતા વિચારજો, ચાંદખેડાનો રીક્ષાવાળો વ્યાજના ચકેડામાં ફસાયો, આખરે પીધુ ફિનાઈલ

અમદાવાદ : વ્યાજે પૈસા લેતા વિચારજો, ચાંદખેડાનો રીક્ષાવાળો વ્યાજના ચકેડામાં ફસાયો, આખરે પીધુ ફિનાઈલ

પ્રતિકાત્મક તસવીર

વ્યાજખોરોના ત્રાસથી રીક્ષા ડ્રાઈવરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વ્યાજખોરોને સબક શિખવાડવા ચક્રોગતિમાન કરી દીધા

અમદાવાદ : રાજ્યમાં કોરોનાવાયરસ અને લોકડાઉન બાદ આપઘાત અને આપઘાતના પ્રયાસની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ શારીરિક તો કોઈ આર્થિક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક રીક્ષા ચાલક વ્યાજના ચક્કરમાં એવો ફસાયો કે, આખરે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર કેતન રાવળ નામના વ્યક્તિએ ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ગટના સામે આવી છે. આ મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વ્યાજખોરોના ત્રાસથી રીક્ષા ડ્રાઈવરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વ્યાજખોરોને સબક શિખવાડવા ચક્રોગતિમાન કરી દીધા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, ચાંદખેડામાં રહેતા કેત રાવળ નામના વ્યક્તિ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ લોકડાઉનમાં ધંધો મંદ પડી જતા પરિવારના ગુજરાન માટે ચાંદખેડામાં વ્યાજનો ધંધો કરતા જીગા દરબાર પાસેથી વ્યાજે 25 હજાર રૂપિયા લીધા હતા. જેની ધીમે ધીમે ચુકવણી થઈ રહી હતી પરંતુ એક વખત વ્યાજનો હપ્તો ચુકવવાનો રહી જતા વારંવાર પૈસા માટે ધાક ધમકી મળતા કેતનભાઈએ રીક્ષા ગીરવે મુકવાનું વિચાર્યું અને રફિક નામના વ્યક્તિને રીક્ષા આપી 30 હજાર રૂપિયા લઈ થોડા જીગા દરબારને આપી મામલો થાળે પાડ્યો.

આ પણ વાંચોમાનવતા મરી પરવારી! બીમાર માતાની સારવાર કરાવવાને બદલે પુત્ર અને વહુ રસ્તા પર મુકી જતા રહ્યા

ત્યારબાદ થોડા સમયબાદ રફિકને 30 હજાર રૂપિયા આપી પોતાની રીક્ષા લેવા ગયો તો રફીક દ્વારા 60 હજાર આપ પછી રીક્ષા મળશે તેમ કહી રીક્ષા આપવામાં ન આવી અને ધમકી આપવામાં આવી. કેતનભાઈ પોતાની મિત્રની રીક્ષા બાડે ચલાવી પરિવારનું ગુજરાન કરવા લાગ્યા. આ સમયે ફરી જીગા દરબાદ દ્વારા પૈસા માટે ઉઘરાણી ચાલુ થઈ તો તેમણે ચાંદખેડામાં બીજો વ્યાજનો ધંધો કરતા ભાવેશ પાસેથી 15 હજાર રૂપિયા લીધા. તેની સાથે રોજનો 300 રૂપિયાનો હપ્તો આપવાનું નક્કી કર્યું.

આ બાજુ જીગા દરબાદ દ્વારા મૂડી સહિત કેટલુક વ્યાજ ચુકવ્યા બાદ પણ પરેશાની ચાલુ હતી, આ બાજુ રફીક નામના વ્યક્તિએ રીક્ષા ન આપતા કેતનભાઈ વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયો જેને પગલે ભાવેશને પણ નક્કી કરેલા મુજબ પૈસાની ચુકવણી ન કરી શકતા ત્યાંથી પણ ધાક ધમકી મળવા લાગી આખરે કેતનભાઈએ ફિનાઈલ પી જીવન ટુંકાવવાનો વિચાર કરી દવા પી લીધી, જોકે સદનશીબે સમયસર સારવાર મળી જતા જીવ બચાવવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો - યુવકની ખતરનાક રીતે પીટાઈનો Video વાયરલ, ભલ ભલાની આત્મા કંપી ઉઠે તે રીતે માર માર્યો

આ મામલે પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પોલીસે કેતનભાઈની ફરિયાદના આધારે જીગા દરબાર, રફીક અને ભાવેશ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Attempted suicide

विज्ञापन