Home /News /ahmedabad /અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે એક અજબ-ગજબ ચોરની કરી ધરપકડ, ચોરી પણ કરતો અલગ જ વસ્તુઓની

અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે એક અજબ-ગજબ ચોરની કરી ધરપકડ, ચોરી પણ કરતો અલગ જ વસ્તુઓની

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરની ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હાર્દિક ત્રિવેદી નામના વ્યક્તિને ઝડપી લીધો છે. પકડાયેલા આરોપી ચોરીનું વાહન લઇને ચોરી કરવા માટે નીકળતો હતો.

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાના junction box તોડીને સામાનની ચોરી કરતા એક આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા હાર્દિક ત્રિવેદી નામના વ્યક્તિને ઝડપી લીધો છે. પકડાયેલા આરોપી ચોરી નું વાહન લઇને ચોરી કરવા માટે નીકળતો હતો. અને છેલ્લા એક માસથી આ પ્રકારે ચોરીના ગુનાઓને અંજામ આપતો હતો. અત્યાર સુધીમાં તેણે કુલ ૧૧ જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આરોપી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર માર્ગો પર લગાવેલા સીસીટીવી કેમેરા ના junction box ને હથોડી તેમજ છીણી વડે તોડી ને તેમાંથી સામાનની ચોરી કરતો હતો. આરોપીએ એકાદ મહિના અગાઉ સેટેલાઈટ વિસ્તારમાં થી ઓનલાઇન ખરીદેલ વસ્તુ ની ડીલીવરી કરતા ડીલીવરી બોય ના સામાન ભરેલા થેલાની પણ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પાસે થી પોલીસ એ કુલ ૩ લાખ રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને વધુ તપાસ શરૂ કરી છે.

ઘટના શુ હતી?શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતા શીલનભાઈ શાહ પાલડી ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન કંટ્રોલ રૂમ ખાતે આવેલી એક કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. આખા અમદાવાદ શહેર તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં દરેક ચાર રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવેલ છે તેનું તમામ મોનિટરિંગ કરવાનું કામ તેમની કંપની કરે છે. તેમની કંપની તરફથી નવરંગપુરા વિસ્તારમાં નવરંગપુરા ચાર રસ્તા તથા સીએ સર્કલ ચારસતા એમ બે જગ્યાએ જંકશન બોક્સ લગાવેલા છે. જેની અંદર કેમેરા કંટ્રોલ કરવા માટે પાવર તથા કેમેરા કંટ્રોલ કરવાના સાધનો તેમજ કે કેબલો લગાવેલા છે.

આ પણ વાંચોસુરત : Coronaનો કહેર, 'પટેલ પરિવારમાં તો કોઈ ના બચ્યું, ઘરને તાળુ મારવું પડ્યું, મહુવાના ગામડાઓમાં હાલત ખરાબ

ગત તારીખ ૧ મેના રોજ સવારના નવરંગપુરા ચાર રસ્તા પાસે લગાવેલા જંકશન બોક્સ ના કેમેરા બંધ થતા ત્રીજી તારીખના રોજ આ જંકશન બોક્સ ચેક કરતાં તે ખુલ્લું હતું અને અંદરના સ્ટેબિલાઇઝર તથા નેટવર્ક વીજ તથા એસ.એફ.પી તથા અન્ય સામાન સહિતની બોક્સની તમામ ચીજવસ્તુ ગાયબ હતી. ત્યારબાદ 9મી ના રોજ સવારે સીએ સર્કલ નવરંગપુરા ખાતે લગાવેલ જંક્શન બોક્સ ની તપાસ કરતા તેમાંથી પણ કેટલાક સામાન ગાયબ હતા. જેથી અજાણ્યા ચોર જંકશન બોક્સ તોડી તેમાંથી અમુક સામાન ચોરી કરી ગયા હોવાનું જાણવા મળતા શીલન ભાઈએ ૧.૨૮ લાખનો સામાન ચોરી થયો હોવાની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Live Video: લોકો દેખતા રહ્યા ને યુવતીએ લગાવી તળાવમાં છલાંગ, બહેનને તડપતી જોઈ ભાઈ પણ કુદ્યો, અને પછી...

જ્યારે અમદાવાદના પાલડી માં આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન કંટ્રોલ ખાતે એક કંપનીના પ્રોજેક્ટ મેનેજર પ્રશાંત દલાલ એ પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ આ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની કંપની તરફથી સેટેલાઈટના શ્યામલ ચાર રસ્તા, નહેરુ નગર ચાર રસ્તા, આઇઓસી પેટ્રોલ પંપ તથા શિવરંજની ચાર રસ્તા આ ચાર જગ્યાએ સીસીટીવી કેમેરા ના જંકશન બોક્સ લગાવેલા છે અને 12 એપ્રિલ સાંજે કૅમેરા બંધ થઈ જતા તેઓએ તપાસ કરી તો આ ચારેય જંકશન પર લગાવેલા જંક્શન બોક્સ માંથી કેટલોક સામાન ચોરી થઈ ગયો હતો. આ તમામ જંકશન ઉપર અલગ અલગ સમય માં ચોરી થઈ હતી. કુલ 3.19 લાખનો સામાન ચોરી થઇ જતા આ અંગે તેઓએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Theft case