અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર મહિલા સાથે અત્યાચારનો મામલો સામે આવ્યો છે. જે મામલે પરિણીતાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશન (Mahila police station- west)માં ફરિયાદ કરી છે. ઘટના એટલી ગંભીર છે કે ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે, તેનો પતિ તેની તબિયત સારી ન હોવા છતાં શારીરિક સંબંધ (Physical relation) રાખવા માટે દબાણ કરતો હતો. સાથે સાથે પતિ અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ રાખતો (Extramarital affairs) હતો. આ વિશે પતિને વાત કરતા તેણે કહી દીધું હતું કે, આ બધું તો થશે. સાસુ-સસરાને વાત કરી તો તેમને પણ કહી દીધું કે, અમને તો પહેલાથી જાણ છે. તારે સહન કરવું પડશે. મારો દીકરો નહીં સુધરે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોતાના કાકાને ત્યાં રહેતી યુવતીના લગ્ન ગત તા. 14 જાન્યુઆરી, 2021ના રોજ જુહાપુરા (Juhapura)માં રહેતા યુવક સાથે થયા હતા. સમાજના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન બાદ યુવતી પોતાના સાસરે રહેવા આવી હતી. લગ્નના થોડા સમય પછી તકરાર શરુ થઇ ગઇ હતી. યુવતી સાથે સામાન્ય બાબત ઝઘડો કરવામાં આવતો હતો અને ગાળો બોલવામાં આવતી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદ પ્રમાણે મહિલાનો પતિ એવું કહેતો હતો કે તારું પૂરું થતું નથી. તું કમાવા જા. આમ કહીને પતિ ગાળો બોલી યુવતી સાથે મારામારી પણ કરતો હતો. હાલ આ મામલે પોલીસ દ્વારા અલગ અલગ કલમો હેઠળ પતિ, સાસુ અને સસરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે આવી ઘટના વારંવાર સામે આવે છે.
શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસુ-સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ (Domestic violence complaint) નોંધાવી છે. લગ્ન બાદ યુવતીનો પતિ સટ્ટો રમવા લાગ્યો હતો. સટ્ટામાં તે હારી જત સસરા પાસેથી પૈસા લાવવા પત્નીને દબાણ કરતા પત્નીએ પૈસા લાવી આપ્યા હતાં. ફરીવાર પણ આવું જ થયું અને પત્નીને પૈસા લાવવાનું કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સટ્ટામાં દેવું થઈ જતા યુવતીને ત્રાસ અને દુઃખ સહન કરવાનો વારો આવ્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળી યુવતીએ પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ (Woman files complaint against in-laws) નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)