અમદાવાદઃ ટેક્નોલોજી દિવસે ને દિવસે હરણફાળ ભરી રહી છે. ત્યારે હવે એ દિવસ દૂર નથી ત્યારે ગુજરાતમાં પણ ઓટોમેટિક કાર દોડતી હતી. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ઓટોમેટિક કાર અંગે નવી પહેલ કરી છે. રાજ્યમાં સૌપ્રથમવાર અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં એમેઝન વેબ સર્વિસના સંયુક્ત ઉપક્રમે ઓટોમેટિક કાર રેસિંગ ઇવેન્ટ યોજાઈ હતી. ત્યારે વિદ્યાર્થીઓએ મશિન લર્નિંગ આધારિત જાતે બનાવેલા પ્રોગ્રામ કારમાં ઇન્સ્ટોલ કર્યો હતો અને તે રિમોટ વગર ઓટોમેટિક ચાલતી હતી.
ગુજરાતના વિદ્યાર્થીઓ ઓટોમેટિક અને આર્ટિફિસિયલ ઇન્ટેલિજેન્ટ કાર ક્ષેત્રે પોતાની કુશળતાથી ગુજરાતમાં ઓટોમેટિક કાર બનાવવાનું સપનું સાકાર કરશે તેવું લાગી રહ્યું છે. અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં એમેઝોન વેબ સર્વિસના માધ્યમથી ડીપ રેસર લીગની રેસિંગ ઈવેન્ટ યોજવામાં આવી હતી. આ રેસિંગ ઈવેન્ટમાં રાજ્યભરની કોલેજોમાંથી 120 જેટલી ટીમોએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓને નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્પર્ધકો મશિન લર્નિંગ પર આધારિત જાતે બનાવેલો પ્રોગ્રામ કારમાં ઇન્સ્ટોલ કર્યો હતો. જેનું રિમોટ વિના પણ ઓટોમેટિક સંચાલન કરવામાં આવ્યું હતું. સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શૌરિન શાહે જણાવ્યુ હતુ કે, બીએમ ડબલ્યૂ, મર્સિડીઝમાં ઓટોમેટિક કારના ફિચર્સ હોય છે અને એ દિવસો દૂર નથી કે ટૂંક સમયમાં ઓટોનોમસ કાર આવશે. આ જે કોમ્પિટિશન યોજવામાં આવી હતી. તેમાં ટોપ 20 ટીમ વચ્ચે કોમ્પિટિશન યોજાઈ હતી. હવે પછી જે ઈન્ડસ્ટ્રીઝમાં મશિન લર્નિંગ વીથ અલ્ગોરિધમનો ઉપયોગ થશે. તે માટે વિદ્યાર્થીઓને એક્સપોઝર મળે તેથી આ સ્પર્ધા યોજવામાં આવી હતી.