Home /News /ahmedabad /અમદાવાદ: સ્પેશિયલ ગરબા રમવા આવેલી વિદેશી છોરીએ જમાવ્યું આકર્ષણ

અમદાવાદ: સ્પેશિયલ ગરબા રમવા આવેલી વિદેશી છોરીએ જમાવ્યું આકર્ષણ

આ મહિલા સ્પેશિયલ ગરબા રમવા માટે અમદાવાદ આવી છે.

Foreign lady garba: આ વિદેશી મહિલા યુરોપમાં વેપાર કરે છે અને સ્પેશિયલ ગરબા રમવા માટે અમદાવાદ આવી છે, તે ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમી આકર્ષણનું કેન્દ્ર બની છે.

    અમદાવાદ: શહેરની નવરાત્રી ઉજવવા માટે દૂર-દૂરથી લોકો આવતા હોય છે, ત્યારે યુરોપથી એક વિદેશી મહિલા ગરબા રમવા માટે અમદાવાદ આવી છે. આ વિદેશી મહિલા યુરોપમાં વેપાર કરે છે. આ મહિલા સ્પેશિયલ ગરબા રમવા માટે અમદાવાદ આવી છે, તેથી ગરબા રમી તે આકર્ષણનું કેન્દ્ર બની છે. યુરોપથી આવેલી આ મહિલા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મહિલા ઇયુ કન્ટ્રી ઓસ્ટ્રિયાથી અમદાવાદ માત્ર ગરબા રમવા માટે આવી છે. વિઝ્બુલાઇટ નામની આ મહિલાએ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મિત્રો સાથે ગરબા રમ્યા હતા.

    બીજી બાજુ, સુરેન્દ્રનગરનાં રોટરી ક્લબમાં બ્રાઝિલની યુવતી ચણીયાચોળી પહેરી ગરબા રમતી જોવા મળી હતી. બ્રાઝીલની ફર્નાન્ડો એલીન ગુજરાતની સંસ્કૃતિ જાણવા અને માણવા આવી છે. એલીનને ગરબે રમતી જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સુરેન્દ્રનગરમાં રોટરી ક્લબ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રી મહોત્સવમાં રોટરી ક્લબના સ્ટુડન્ટ એક્સેન્જ પ્રોગ્રામ અંતર્ગત બ્રાઝીલથી સુરેન્દ્રનગર આવેલી યુવતી ગરબે ઘૂમતી જોવા મળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. બ્રાઝીલની ફર્નાન્ડો એલીન છેલ્લા બે માસથી સુરેન્દ્રનગર રોટરી ક્લબના સભ્યના ઘરે રહી ભારતની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી રહી છે.


    આ પણ વાંચો: અહીં પુરુષો સાડી પહેરીને ઘૂમે છે ગરબે, 200 વર્ષ જૂની પરંપરા પાછળ આ છે કારણ

    નવરાત્રીએ માતાજીની આરાધના કરવાનું પર્વ છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઠેર-ઠેર શેરી ગરબામાં મહિલાઓ ગરબે ઘૂમતી જોવા મળી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં એક વિદેશી યુવતી પણ પરંપરાગત ભારતીય પોષાકમાં ગરબે ઘૂમતી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર-અમદાવાદ રોડ પર આવેલ કેમ્બ્રીજ સ્કૂલ ખાતે રોટરી કલબ ઓફ વઢવાણ સીટી અને રોટરેકટ કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં બ્રાઝીલયન યુવતી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રોટરી યુથ એજયુકેશન પ્રોગ્રામ હેઠળ બ્રાઝીલની ફરનાન્ડો એલીન છેલ્લા ૨ માસથી ઝાલાવાડમાં છે. તે ૧૧ માસ સુરેન્દ્રનગરના રોટેરીયન કાર્તાકભાઈ પટેલના ઘરે રહીને ભારતીય સંસ્કૃતી વિશે જાણકારી મેળવશે. ભાતીગળ પોષાક એવા ચણીયાચોળીમાં સજ્જ થઈને તેને ગરબે ઘૂમતા જોઈને તેના વિવિધ સ્ટેપ જોઈને ઝાલાવાડીઓ પણ દંગ રહી ગયા હતા. બે માસના ટૂંકાગાળામાં તે સારૂ ગુજરાતી પણ બોલે છે અને ગરબા રમવાની તેને બહુ મજા પડતી હોવાનું પણ જણાવે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Garba, Navratri 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन