Ahmedabad Crime News: અમદાવાદના નરોડામાં લૂંટના ઈરાદે સોનીની દુકાનમાં ઘૂસેલા શખ્સનો દુકાન માલિકે જબરજસ્ત રીતે સામનો કર્યો અને દુકાનના માલિકે વાપરેલી ચતુરાઈના કારણે આરોપી પકડાઈ ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
અમદાવાદઃ શહેરમાં આંખમાં મરચાની ભૂંકી નાખીને સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરવા માટે આવેલો શખ્સને નિષ્ળતા મળી છે અને તે પકડાઈ ગયો છે. લૂંટના ઈરાદે આવેશા શખ્સ સામે શોરુમના માલિકની હિંમત અને સતર્કતાના કારણે પોલીસે તેને દબોચી લીધો છે. લૂંટના ઈરાદે આવેલા શખ્સે માલિકની આંખમાં મરચાની ભૂકી નાખતાની સાથે જ તેણે સિક્યોરીટી સાયરન વગાડી દીધું હતું અને દરવાજો બંધ થઈ જાય તેની સ્વીચો દબાવી દીધી હતી. આ ઘટનામાં લૂંટારુ સાથે દુકાનના માલિકે અધડો કલાક સુધી હિંમતથી સામનો કર્યો હતો.
નરોડામાં આવેલા અમીધારા સોસાયટીમાં રહેતા કૌશિક પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે. કૌશિક પટેલની નવા નરોડા વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક પાસે નીલમ ગોલ્ડ પેલેસ નામની જ્વેલર્સની શોરુમ ધરાવે છે. સોમવારે કૌશિક પટેલ તેમના શોરૂમ પર હાજર હતા ત્યારે એક વિજયકુમાર કોરી નામનો શખ્સ ગ્રાહક બનીને આવ્યો હતો અને સોનાની બે વીંટી પસંદ કરી હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા વિજયે કૌશિક પટેલને કહ્યુ હતું કે આ બે વીંટીઓ સાઈડમાં મૂકજો હું આવતીકાલે મારી પત્નિને લઇને આવીશ અને લઈ જઈશ.
મંગળવારે કૌશિક પટેલે રાબેતા મુજબ પોતાનો શોરૂમ ખોલીને બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે વિજય આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારી પત્નિ આવે છે, ગઇકાલે જે વીંટી પસંદ કરી હતી તે તૈયાર રાખજો. ગઠીયો વિજય સોફામાં બેસી ગયો હતો અને ફોન પર વાતચીત કરવા લાગ્યો હતો. આ દરમિયાન શોરૂમમાં બે ગ્રાહકો આવ્યા હતા અને તે ખરીદી કરીને જતા રહ્યા હતા. કૌશિક પટેલે ગઠીયાને પૂછ્યુ કે તમારી પત્નિ આવતા હજુ કેટલી વાર લાગશે.
આટલામાં વિજય એકદમ ઉભો થઇ ગયો હતો અને ખીસામાંથી મચરાની ભૂકી કાઢીને કૌશિક પટેલની આંખમાં નાખી દીધી હતી. કૌશિષ પટેલે તરત જ હાથ મોઢા પર રાખી દીધો હતો જેથી મરચાની ભૂંકી હાથ પર આવી ગઇ હતી. ગઠીયા વિજયે તરત જ કૌશિક સાથે ઝપાઝપી કરવાની કોશિશ કરી હતી જેથી તેમણે તરત જ સિક્યોરીટી સાયરન વગાડી દીધુ હતું અને શોરુમનો દરવાજો બંધ કરી દીધો હતો. વિજયે કૌશિક પટેલ પર હુમલો કરી દીધો હતો જેમાં તેમના કપાળના ભાગે ઇજા પહોચી હતી અને ગાળાની ચેઇન તોડી નાખી હતી. સિક્યોરીટી સાયરન વાગતાની સાથે જ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા જ્યા શોરૂમની અંદર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વિજયે તેની પાસે રહેલો છરો કાઢ્યો હતો અને કૌશિક પટેલને કહ્યુ હતું કે દરવાજો ખોલ નહીતો તને જાનથી મારી નાખીશ. કૌશિક પટેલે હિંમત રાખીને પોતાનો બચાવ કરવા માટે સોનું કાપવાની કેચી હાથમાં લઈ લીધી હતી.
" isDesktop="true" id="1322313" > સિક્યોરીટી સાયરન વાગતું હતું ત્યારે પોલીસની ગાડી ત્યાથી પસાર થઈ રહી હતી. સાયરનનો અવાજ સાંભળીને પોલીસે વિજયકુમાર કોરી નામનના શખ્સને પકડી પાડ્યો હતો. આરોપી નોબલનગર વોટર પ્લાન્ટ પાસે રહે છે. કૃષ્ણનગર પોલીસ વિજયકુમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે તે મરચાની ભૂંકી આંખમાં નાખીને લૂંટ કરવા માટે આવ્યો હતો. કૌશિક પટેલે વિજય વિરૂદ્ધ દાખલ કરેલી ફરિયાદના આધારે વધુ તપાસ શરુ કરી છે.