Home /News /ahmedabad /અમદાવાદ: તમે ઘરમાં ઘરઘાટી રાખો છો? તો આ સમાચાર વાંચીને થઇ જજો સાવધાન

અમદાવાદ: તમે ઘરમાં ઘરઘાટી રાખો છો? તો આ સમાચાર વાંચીને થઇ જજો સાવધાન

નરોડા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

ઘરઘાટી દંપતિએ અડધા દિવસમાં સોના ચાંદીના દાગીના ચોરી કરીને નાસી ગયા હોવાની શંકા,પેહલા દિવસેજ દાગીના પણ ગાયબ અને ઘર ઘાટી પણ

અમદાવાદ: જો કોઇ અજાણી મહિલા કે પુરુષને ઘરમાં ઘરઘાટી તરીકે નોકરી પર રાખો છો તો તેના તમામ ડોક્યુમેન્ટ ચેક કરવા જરુરી છે. કારણ કે, તે ઘરઘાટની સ્વાંગમાં ચોર ટોળકી પણ હોઇ શકે છે. નાના ચિલોડામાં ઘરઘાટીનું કામ કરવા માટે આવેલા દંપતીએ માત્ર અડધા દિવસમાં 4.51 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. મોડીરાતે આધેડ મહિલાએ તેના પતિને સમગ્ર હકીકતની જાણ કરી ત્યારે ચોરીનો ભાંડો ફુટ્યો હતો.

નાના ચિલોડા વિસ્તારમાં આવેલા શ્યામ એલીગન્સમાં રહેતા અશોકભાઇ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં લતા અને નિલેશ નામના અજાણી વ્યકિત વિરૂદ્ધ 4.51 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. અશોકભાઇ મેમ્કો ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેમના બે પુત્ર પણ નોકરી કરે છે. જ્યારે પત્નિ ચંદ્રીકાબેન ઘરકામ કરે છે. ચંદ્રીકાબેનથી ઘરકામ થતું નહીં હોવાથી અશોકભાઇ ઘરઘાટી રાખવા માટેની વાત એક સિક્યોરીટી ગાર્ડને કરી હતી. બે દિવસ પહેલા અશોકભાઇ ઘરે હતા ત્યારે ચંદ્રિકાબેને તેમણે કહ્યુ હતું કે, તિજોરીમાં રહેલા દાગીના ગાયબ છે.

આ પણ વાંચો: વડોદરા: છકડાને કચડીને કન્ટેનર એરફોર્સની દીવાલમાં અથડાયું

અશોકભાઇએ ચંદ્રિકાબેનને પુછ્યું હતું કે, ઘરમાં કોઇ વ્યકિત આવ્યું હતું કે નહી. પતિની વાત સાંભણતા ચંદ્રિકાબેને કહ્યુ હતું કે, સવારથી લાતબેન અને નિલેશભાઇ કરીને બે લોકો આવ્યા હતા. જેમને ઘરઘાટી તરીકે નોકરી પર રાખ્યા હતા. બન્ને ઘરનું કામ કરતા હતા ત્યારે અચાનક બપોરથી ગુમ થઇ ગયા હતા. અશોકભાઇને પાક્કી ખાતરી થઇ ગઇ હતી કે, દાગીનાની ચોરી દંપતીએ કરી છે. તેમણે તરત જ સિક્યોરીટી ગાર્ડનો સંપર્ક કરવાની કોશિષ કરી હતી પરંતુ તે નહીં મળી આવતા અંતે નરોડા પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો: બાઇક ચાલકે ભાઇના મોત બાદ પોતાના પર જ નોંધાવી ફરિયાદ

નરોડા પોલીસે આ મામલે લતા તેમજ નિલેશ વિરૂદ્ધ ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.  બન્ને જણા કબાટમાંથી 4.51 લાખ રૂપિયાના દાગીના ચોરીને ભાગી ગયા છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, લૂંટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन