સ્પેલિંગ ન આવડતાં શિક્ષિકાનો પારો તપ્યો, માસુમ વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
સ્પેલિંગ ન આવડતાં શિક્ષિકાનો પારો તપ્યો, માસુમ વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો
સ્કૂલમાં બાળકોને શિક્ષાત્મક સજા નહીં કરવાનો કાયદો ફરી એકવાર નેવે મુકાયો છે. માસુમ બાળકને એક સ્પેલિંગ ન આવડ્યો અને શિક્ષિકાએ ધોઇ નાંખ્યો. શહેરના નરોડા વિસ્તારની એક સ્કૂલની આ ઘટના છે. શિક્ષિકાએ બાળકને બેરહેમીથી માર મારતાં બરડામાં સોળ ઉપસી આવ્યા છે
H
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદ #સ્કૂલમાં બાળકોને શિક્ષાત્મક સજા નહીં કરવાનો કાયદો ફરી એકવાર નેવે મુકાયો છે. માસુમ બાળકને એક સ્પેલિંગ ન આવડ્યો અને શિક્ષિકાએ ધોઇ નાંખ્યો. શહેરના નરોડા વિસ્તારની એક સ્કૂલની આ ઘટના છે. શિક્ષિકાએ બાળકને બેરહેમીથી માર મારતાં બરડામાં સોળ ઉપસી આવ્યા છે. શહેરના નરોડા વિસ્તારમાં આવેલી ડિવાઇન લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલનો આ કિસ્સો છે. પહેલા ધોરણમાં અભ્યાસ કરતા હિમાંશું ખાંટને સ્પેલિંગ ન આવડતાં શિક્ષિકા પાયલબેનનો પારો સાતમા આસમાને તપ્યો હતો. ગુસ્સે ભરાયેલા શિક્ષિકાએ હિમાંશુંને બેરહેમીથી માર માર્યો હતો. સ્કૂલેથી ઘરે આવી હિમાંશુંએ દાદા દાદીને આ અંગે વાત કરી હતી. હિમાંશુને બરડામાં સોળ ઉપસી આવેલા જોઇ પરિવારજનોમાં ભારે આક્રોશ પ્રસર્યો હતો અને બેરહેમીથી માર મારનાર શિક્ષિકા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
First published: March 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर