સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Ahmedabad News: શહેરનાં નરોડામાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2021માં વસ્ત્રાલ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં પતિ તથા સાસુ-સસરા પાસે રહેવા ગઇ હતી.
અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીના પિતાની તબિયત ખરાબ થઇ ત્યારે તેના પિતાએ તેને ત્રણ ચાર કોરા ચેક આપ્યા હતા. જે યુવતીના પતિ અને સાસુએ લઇ તેમાં લાખો રૂપિયાની રકમ ભરી યુવતીના પિતાના ચેક બાઉન્સના કેસમાં ફસાવી દીધા હતા. એટલું જ નહિ નણદોઇએ યુવતીને બાથરૂમમાં નહાતી જોઇ છેડછાડ પણ કરી હતી. સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરનાં નરોડામાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2021માં વસ્ત્રાલ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં પતિ તથા સાસુ-સસરા પાસે રહેવા ગઇ હતી. યુવતીનો પતિ કર્મકાંડનુ કામ કરતો હતો અને સસરા પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. લગ્નના ચારેક મહિના બાદ યુવતીના પિતા અચાનક બિમાર થવાથી તે ખબર કાઢવા ગઇ હતી અને એકાદ બે દિવસ ત્યાં રોકાઇ હતી. ત્યારે તેના પિતાએ એકની એક દીકરી હોવાથી તેને 3-4 કોરા ચેક તેમની સહી વાળા આપી રાખ્યા હતા. જે તેની સાથે લઇને યુવતી સાસરીમાં ગઇ હતી.
સાસરે જતા જ યુવતી પ્રત્યેની લાગણીમાં સાસરિયાઓમાં એકદમ પરીવર્તન જોવા મળેલ અને અણછાજતું વર્તન કરવા લાગ્યા હતા. તે બાબતે પૂછતા સાસરિયાઓએ તારે કોઇ ભાઇ નથી અને તારા બાપે તને કરીયાવરમાં કંઇ આપ્યુ નથી અને અમારા દીકરાના બીજે ક્યાંક લગ્ન કરાવ્યા હોત તો તેને નોકરીએ જવું ન પડે તેટલુ દહેજ કરીયાવરમાં મળત તેમ કહી મહેણા ટોણા મારવા લાગ્યા હતા.
બાદમાં પતિએ તું અમારા માટે સારું જમવાનુ બનાવતી નથી, તુ એકલી સારી રસોઇ બનાવીને જમી લે છે, રસોઇ બનાવતા આવડતુ નથી તને તારા મા-બાપે કોઇ સારા સંસ્કાર આપ્યા નથી તેમ કહી હડધુત કરવા લાગ્યો હતો. યુવતીને તેનું ઘર તોડવું ન હોવાથી તે આ ત્રાસ સહન કરતી હતી. યુવતીના પતિ તથા સાસુએ તેને માર મારી પિતાએ આપેલા ત્રણ ચાર ચેક લઈ તેમાં લાખો રૂપિયાની રકમ ભરી તેમના ખાતામાં જમા કરાવી યુવતીના પિતા પર ચેક બાઉન્સનો કેસ કરી દીધો હતો.
એકતરફ સાસરિયાઓનો ત્રાસ ત્યાં બીજીતરફ યુવતીના નણદોઇ તેને ખરાબ નજરથી જોતો હતો. યુવતી એક દિવસ બાથરૂમમાં હતી ત્યારે તેની નણદોઇએ શારિરીક છેડછાડ પણ કરી હતી. આ તમામ બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.