Home /News /ahmedabad /હવે IPL મેચની ટિકિટ અહીંથી ઓફલાઇન મેળવી શકાશે, 4 કેટેગરી ઉમેરાઈ; જુઓ કિંમત સહિત તમામ માહિતી
હવે IPL મેચની ટિકિટ અહીંથી ઓફલાઇન મેળવી શકાશે, 4 કેટેગરી ઉમેરાઈ; જુઓ કિંમત સહિત તમામ માહિતી
ફાઇલ તસવીર
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 31મી માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમવામાં આવશે. ત્યારે ગુજરાત ટાઈટન્સે આ મેચની ટિકિટોનું ઓનલાઈન અને ઓફલાઈન વેચવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 31મી માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમવામાં આવશે. ત્યારે ગુજરાત ટાઈટન્સે આ મેચની ટિકિટોનું ઓનલાઈન અને ઓફલાઈન વેચવાનો નિર્ણય કર્યો છે. સોમવારે માત્ર મોદી સ્ટેડિયમ પરથી ટિકિટો મળશે. જો કે, આવતીકાલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે અમદાવાદના 4 સ્થળેથી ટિકીટ મળશે.
અમદાવાદ ઈસ્ટ ઝોનમાં નિકોલ વિસ્તારમાં શ્યામ પરિવારની દુકાન નંબર 3, વેસ્ટ ઝોનમાં માનુશ એપાર્ટમેન્ટ સરદાર કોલોની સાઉથ ઝોનમાં ગુલાબ ટાવર રોડ પર આનંદ કોમ્પેલક્ષમાં ટિકીટ મળી જશે. સવારના 11થી સાંજના 6 વાગ્યા સુધી ઓફલાઈન ટિકિટ મળશે. ઓફલાઈન સેન્ટર્સ પરથી ઓનલાઈન બુક કરેલી ટિકિટ પણ મેળવી શકાશે.
અમદાવાદમાં ઓફલાઈન સેન્ટર પર જો તમે ટીકીટ લેવા જશો તે હાલ 4500 સાઉથ પ્રિમિયમ ઈસ્ટ એન્ડ વેસ્ટ લોઅર, 10 હજાર રુપિયામાં પ્રેસિડેન્ટ ગેલેરી, 25000માં પ્રેસિડેશિયલ સુટ્સ અને 20 હજારમાં પ્રિમિયમ સૂટ રાખવામાં આવી છે. આ સાથે જે ટિકિટ અવેલેબલ નથી તે વિશે પણ આપવામાં આવ્યું છે. તો 9 એપ્રિલ અને 16 એપ્રિલ માટેના પ્રાઈઝ પણ અહીં આપવામાં આવ્યાં છે.
હોમ ગ્રાઉન્ડમાં 7 લીગ મેચ રમાશે
ગુજરાત ટાઈટન્સ રાજકોટ, વડોદરા અને ગાંધીનગરમાં ઓફલાઈન ટિકીટ કેન્દ્ર શરુ કરવામાં આવશે. ટિકિટ 800થી શરુ થાય છે. ગુજરાત ટાઈટન્સની ટીમ હોમ ગ્રાઉન્ડ મોદી સ્ટેડિયમ પર 7 લીગ મેચ રમશે. આઈપીએલની ફાઈનલ અમદાવાદમાં રમાય તેવી શક્યતા છે. આવામાં સ્ટેડિયમમાં આજે મોટી સંખ્યામાં આઈપીએલના દિવાનાઓ ટિકિટ લેવા માટે અસમજંસની સ્થિતિ જોવા મળી હતી. અમદાવાદમાં જ્યારે પણ મેચનો માહોલ સર્જાય ત્યારે ફેન્સ દ્રારા અગાઉથી જ ટિકિટ ખરીદી લેવાય છે, પરંતુ ઓફલાઈન ટિકિટ લેવાના ચક્કરમાં હવે માત્ર 4 કેટેગરીમાં ટિકિટ ખુલ્લી હોવાથી આઈપીએલ માટે ક્રિકેટ લવર્સે માત્ર ટીવી અથવા મોબાઈલમાં મેચને લાઈવ જોવી પડશે.