Home /News /ahmedabad /અમદાવાદ IPLની ટિકિટને લઈને બબાલ, જાણો લોકો કેમ ટિકિટ નથી ખરીદી શકતા

અમદાવાદ IPLની ટિકિટને લઈને બબાલ, જાણો લોકો કેમ ટિકિટ નથી ખરીદી શકતા

અમદાવાદમાં આઇપીએલની ટિકિટ વેચતા બોક્સ ઓફિસના શટર પડેલા જોવા મળ્યા હતા.

IPL 2023ની મેચના ટિકિટ વેચાણ ચાલુ થયાના પહેલા જ દિવસે ઘણાં લોકોએ બોક્સ ઓફિસના શટર પડેલા હોવાથી વિલા મોઢે પાછું ફરવું પડ્યું હતું તો ઘણાં લોકોએ શટર ઓપન હોવા છતાં વિલા મોઢે જવું પડ્યું હતું.

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ મેચ રમાવવાની છે. ત્યારે ટિકિટ વેચાણ કેન્દ્ર આજથી શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં ગુલાબ ટાવર રોડના આનંદ કોમ્પલેક્ષ, નિકોલ વિસ્તારમાં શ્યામ પરિસર અને એઇસી ચાર રસ્તા પાસે માનુષ એપાર્ટમેન્ટની એક દુકાનમાં બોક્સ ઓફિસ બનાવાવમાં આવી છે. જો કે, પહેલા જ દિવસે ઘણાં લોકોએ બોક્સ ઓફિસના શટર પડેલા હોવાથી વિલા મોઢે પાછું ફરવું પડ્યું હતું તો ઘણાં લોકોએ શટર ઓપન હોવા છતાં વિલા મોઢે જવું પડ્યું હતું. તેની પાછળનું કારણ છે ‘સોલ્ડ આઉટ’.

31મી માર્ચે યોજાનારી મેચની ટિકિટ સોલ્ડ આઉટ થઈ ચૂકી છે, પરંતુ આગામી સમયમાં યોજાનારી મેચ માટેની ટિકિટનું વેચાણ પણ આજથી શરુ ના થતા અમદાવાદીઓ નારાજ જોવા મળ્યા હતા. આ અંગે વાત કરતા એક અમદાવાદીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ હતુ કે, ‘હું ચાલુ ઓફિસમાંથી ખાસ ટિકિટ લેવા આવ્યો છું. પરંતુ ટિકિટનાં કોઈ ઠેકાણાં નથી. અહીં એવું જાણવા મળ્યું કે, ટિકિટ આજે નહીં મળે 31 માર્ચની ટિકિટ અવેલેબલ નથી પણ મારે આગામી 9મી એપ્રિલની ટિકિટ લેવી હતી, તે પણ નહોતી. જેને લઈને મારે બીજો ધક્કો ખાવો પડશે.’


ટિકિટના ભાવ અંગે સંપૂર્ણ વિગત 


31 માર્ચે યોજાનારી ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ જોવા માટે અમદાવાદીઓ ઉત્સાહી છે. તેમાં પણ ગુજરાત ટાઈટન્સ હવે આઈપીએલમાં ફેવરિટ બનતી જાય છે. આવામાં ગુજરાત ટાઈન્ટસ માટે જે સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે, ત્યાં માત્ર બબાલોનાં ઘર છે. અહીં કોઈપણ વ્યક્તિને ટિકિટ મળતી નથી 31 માર્ચનો દિવસ હવે આઈપીએલની ટિકિટ લેવી હશે તો અમદાવાદીઓએ ભૂલી જવી પડશે. પરંતુ તેની સાથે અમદાવાદીઓને બાકીના દિવસોની ટિકિટ માટે પણ આજે બહાના મળ્યા હતા. 31 માર્ચે શરૂ થનારી IPLની પ્રથમ મેચ માટે અત્યાર સુધી ઓનલાઇન ટિકિટ વેચવામાં આવી હતી. તેમાં 70,000 જેટલી ટિકિટ વેચાઈ ગઈ છે. જ્યારે બાકીની ટિકિટ માટે આજથી ઓફલાઇન વેચાણ શરૂ કરવાના આવ્યું છે. આજથી જ વેચાણ થયું અને આજે ટિકિટ પૂરી થઈ ગઈ છે. હજુ સમય લાગશે તેવા બહાના બોક્સ ઓફિસ પરથી આપવામાં આવતા ટિકિટ ખરીદવા ગયેલા લોકોએ બોક્સ ઓફિસ પર હોબાળો કર્યો હતો.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad news, IPL 2023