Home /News /ahmedabad /રક્તરંજીત બની રહ્યું છે અમદાવાદ: કપડાં ધોવા ગયેલી મહિલાનો મૃતદેહ મળ્યો!

રક્તરંજીત બની રહ્યું છે અમદાવાદ: કપડાં ધોવા ગયેલી મહિલાનો મૃતદેહ મળ્યો!

નરોડા વિસ્તારમાં કપડાં ધોવા માટે ગયેલી મહિલાની હત્યાનો બનાવ બન્યો છે.

Ahmedabad Murder: શહેરનું પૂર્વ વિસ્તાર જાણે કે રક્તરંજિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે.

અમદાવાદ: શહેરનું પૂર્વ વિસ્તાર જાણે કે રક્તરંજિત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. નરોડા વિસ્તારમાં કપડાં ધોવા માટે ગયેલી મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. જોકે, મહિલાના ગાળાના ભાગે દુપટ્ટો બાંધેલો હતો.

નરોડા જીઆઇડીસી ફેઝ 3માં રહેતા રામાભાઇ ડામોરએ નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 30મી સપ્ટેમ્બરના દિવસે તેમની બહેન બનેવી અને પોતે ઘરે હાજર હતા અને રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ તેમના બનેવી શાકભાજી લેવા માટે નાના ચિલોડા ચાર રસ્તા ખાતે ગયા હતા. જ્યારે તેમના બહેન સ્નાન અને કપડાં ધોવા માટે તેમની ઓરડીની સામે ગયા હતા. પોતે તેમની કંપનીમાં બોઇલરમાં લાકડા નાખવા માટે ગયા હતા. વીસેક મિનિટ બાદ પોતે જ્યારે પરત આવ્યા ત્યારે તેમના બહેન ઓરડી કે આસપાસના વિસ્તારમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. જેથી તેમણે સિક્યુરિટી ગાર્ડને આ બાબતે પૂછ્યું હતું, પરંતુ તેણે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં મહિલાઓનું દંગલ, PSIને બચકું ભર્યું, વર્દી ખેંચી કરી ઝપાઝપી

ત્યાર બાદ ફરિયાદી આ બાબતની જાણ તેમના બનેવીને કરતા તેઓ પણ ઘરે આવી પહોંચ્યા હતા અને તેમની કંપનીના આસપાસમાં તપાસ કરી હતી. ફરિયાદી અને તેમના બનેવી આસપાસમાં શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના બનેવીએ બૂમમારીને જણાવ્યું હતું કે, આ બાજુ આવો. તેમ કહેતા જ સિક્યુરિટી ગાર્ડ અને ફરિયાદી ત્યાં પહોંચ્યા હતા. જોયું તો તેમના બહેન ત્યાંથી મળી આવ્યા હતા. પરંતુ તેઓ કોઈ બોલતા કે ચાલતી હાલતમાં ન હોવાથી ત્રણેય તેમને લઈને ઓરડી પાસે લાવ્યા હતા. તેમના ગળાના ભાગે દુપટ્ટો બાંધેલો હતો. જેથી તાત્કાલિક સારવાર માટે તેઓ ને નજીક ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તપાસ કરતા તેમના ગળાના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन