Home /News /ahmedabad /અમદાવાદ મનપા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ, કમિશનરની ઓફિસ બહાર સિક્યોરિટી-કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી
અમદાવાદ મનપા બહાર કોંગ્રેસનો હલ્લાબોલ, કમિશનરની ઓફિસ બહાર સિક્યોરિટી-કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી
કોંગ્રેસે અનેક મુદ્દે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું
અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડિંગ જન આક્રોશ રેલીથી ઘેરાઈ ગઈ હતી. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદઃ મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડિંગ જન આક્રોશ રેલીથી ઘેરાઈ ગઈ હતી. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એએસમી કચેરી બહાર વિપક્ષ કોંગ્રેસે દેખાવ કર્યા હતા. હાટેક0શ્વર બ્રિજ સહિત એએસમી ચાલતા પ્રોજેકટમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસે કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, હાટકેશ્વર બ્રિજ સહિત એએમસીમાં ચાલતા ડ્રેનેજ પ્રોજેકટ, રોડ પ્રોજક્ટ અને બ્રિજ પ્રોજેક્ટ મુદ્દે તટસ્થ તપાસ કરવા વિજિલન્સ તપાસ થવી જોઇએ.
વિપક્ષ કોંગ્રેસ કાઉન્સિલર અને કાર્યકર્તાઓ પરિસરમાં એક સમય માટે પ્રવેશ ન અપાતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. કમિશનર ઓફિસ બહાર પણ કમિશનર વિરૂદ્ધ નારા લગાવામાં આવ્યા હતા. કોંગ્રસના વિરોધના પગલે એએેસમી બિલ્ડિંગના દરવાજાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
એએસમી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, ‘અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ડામવા તપાસના આદેશો કમિશનર દ્વારા અપાવવા જોઇએ. ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા જવાબદાર કસૂરવારો સામે કાર્યવાહીના આદેશ આપવા જોઇએ. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જેવી સંસ્થાને માથે લાગેલા ભ્રષ્ટાચારનાં ટેગને નાબૂદ કરવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ કમિશનર સમક્ષ આવેદન પત્ર આપી કરી છે.’
હાટકેશ્વર બ્રિજના કામમાં થયેલી ગેરરીતિ અને ભષ્ટ્રાચાર રોડ રીસરફેસના કરોડો રૂપિયાના કાર્યોમાં હલકી ગુણવત્તાવાળા કામ થયું
કાંકરીયા વોટરપાર્ક, વસ્ત્રાપુર એમ્યૂઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટરનો ભૂતકાળ વિવાદિત હોવા છતાં તેને બ્લેકલિસ્ટ કરવાને બદલે વધુ નવા કામો આપ્યાં
ભષ્ટ્રાચારને કારણે નાણાંકીય પરિસ્થિતિ ખાડે જવી વિકાસ કાર્યો કરવા માટે મ્યુ. કોર્પોને દેવું કરવું પડ્યું હતું
મ્યુનિસિપલ કમિશનરને બજેટમાં કાપ મૂકવો પડ્યો છે એટલે વિકાસના કામો દેવું કરીને કરવાના થાય છે
કચરાના નિકાલના નામે સ્માર્ટ ભ્રષ્ટાચાર
પીપીપી ધોરણે મળતીયા કંપની/કોન્ટ્રાકટરોને લ્હાણી
હાઉસિંગ પ્રોજેકટ તથા એ.એમ.ટી.એસના વિવિધ કાર્યો
ડ્રેનેજ પ્રોજેકટ તથા વોટર પ્રોજેક્ટના વિવિધ કામો પણ ભ્રષ્ટાચાર થયો
વઘુમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતુ કે, ‘આ સમગ્ર ઘટનામાં નિષ્પક્ષ વિજિલન્સ તપાસ કરાવી દોષિતોને સજા કરાવવા અને કોઈ દાખલો બેસાડવા રજૂઆત કરાઈ છે. અગાઉ કમિશનર, મેયર સહિત તમામ હોદ્દેદારોને અવારનવાર લેખિતમાં રજૂઆતો કરી છે, તેમ છતાં આજદિન સુધી આ તમામ ઘટનાઓનાં મૂળ સુધી પહોંચી કોઈની પણ જવાબદારી નક્કી કરવામાં આવી નથી.’