Home /News /ahmedabad /Budget 2023: અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, મોંઘવારી વચ્ચે ટેક્સમાં વધારો કરશે?

Budget 2023: અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, મોંઘવારી વચ્ચે ટેક્સમાં વધારો કરશે?

અમદાવાદ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા કરવેરા વધારા સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને વર્ષ 2023-24નું રૂપિયા 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.

અમદાવાદઃ મહાનગરપાલિકા દ્વારા નવા કરવેરા વધારા સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને વર્ષ 2023-24નું રૂપિયા 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 10 વર્ષ બાદ કરવેરામાં નવા સુધારા સૂચવવામાં આવ્યા છે. અમદાવાદીઓ પર પહેલીવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જિંગ નવો દર ઉમેરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Budget 2023 Live: મેળવો બજેટ 2023ની પળેપળની વિગત

અમદાવાદ મહાનગરપાલિકના કમિશનર એમ. થેન્નારસને વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 10 વર્ષ બાદ બજેટમાં નવા કરવેરાનો ઉમેરો કરવામાં આવ્યો છે. એએમસી ચાલુ નાણાંકીય વર્ષમાં અમદાવાદીઓ પર અંદાજિત ટોળામાં 20થી 25 ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત પહેલીવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જિસ નવો દાખલ કરાયો છે. જેમાં પ્રતિ ચોરસ મીટર રહેણાંક અને બિનરહેણાંક માટે નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ચાર્જિસમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. કારણ કે સોલિડ વેસ્ટ વિભાગ પાછળ એએમસી દર વર્ષે અંદાજીત 800 કરોડનો ખર્ચે કરે છે. તો બીજી તરફ યુઝર ચાર્જિસ વચ્ચે માત્ર 50 કરોડની આવક થાય છે. નવો યુઝર ચાર્જિસ ઉમેરાતા અંદાજી 130થી 140 કરોડની આવકનો અંદાજ છે.


વધુમાં કમિશનર એમ. થેન્નારસન જણાવ્યુ હતું કે રહેણાક મિલકત દરમાં રૂપિયા ૧૬ હતા. જે હવે વર્ષ ૨૦૨૩/૨૪ નાણાકિય વર્ષમાં રૂપિયા ૨૩ કરવાની જોગવાઇ કરાઇ છે. તેમજ બીન રહેણાક માટે અત્યાર સુધી રૂપિયા ૨૮ પ્રતિ ચો.મી દર હતો જે હવેથી ૩૭ રૂપિયા પ્રતિ ચો.મી કરાયો છે.  સામાન્ય ટેક્ષ કર વેરામાં વધારો થતા એએમસી તિજોરી મોટો ફાયદો થશે. આર્થિક રીતે એએમસી ભારણ ઓછું થશે. આ સાથે ફુગાવાના દરમાં વધારો તેમજ તેના કારણ CPI અને WPI માં વધારાને ધ્યાને લઇ, પ્રાથમિક સુવિધાઓના ખર્ચે તથા તેના નિભાવ ખર્ચને પહોંચી વળવા જે વર્ષમાં ટોળમાં અન્ય કોઇ વધારો ન થાય તે તમામ વર્ષમાં કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્ષમા લેટીગ રેંટમાં ૫ ટકા નો વધારો કરવામાં સૂચવવામા આવે છે

મ્યુનિસિપલ કમિશ્નરના ડ્રાફ્ટ બજેટ મુખ્ય હાઇલાઇટ્સ

  • કમિશનરના ડ્રાફ્ટ બજેટમાં તમામ પ્રકારના ટેક્સમાં વધારો કરવાની દરખાસ્ત

  • 10 વર્ષ બાદ અમદાવાદીઓના મિલ્કત વેરામાં કર્યો વધારો

  • રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 7નો વધારો કરી 23 રૂપિયા કર્યા

  • કોમર્શિયલ મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂ. 9નો વધારો કરી રૂ.37 કર્યા

  • પાણી અને કોન્ઝર્વન્સી વેરામાં હાલ કોઈ વધારો નથી કર્યો

  • વર્તમાન વેરા અગાઉ વર્ષ 2013 અમલમાં આવ્યા હતા

  • પર્યાવરણના રક્ષણ મામલે પ્રથમવાર AMC દ્વારા યુઝર ચાર્જ લેવાની દરખાસ્ત કરી

  • નાગરિકોના માથે એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ પણ નાખવામાં આવ્યો

  • રહેણાંક મિલકતો માટે એરિયા મુજબ રૂપિયા 5થી લઇ રૂ. 3000 સુધીના યુઝર ચાર્જની દરખાસ્ત

  • કોમર્શિયલ મિલકતો માટે એરિયા મુજબ રૂપિયા 150થી રૂપિયા 7000 સુધીના ચાર્જની દરખાસ્ત

  • જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધારી ખાનગી વાહનોના વપરાશને ઘટાડવા નવા વેરા લાદવામાં આવ્યાં

  • ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ સેવાના ચાર્જમાં પણ કર્યો તોતિંગ વધારો

  • રહેણાંક મિલકતો માટેના વર્તમાન રૂ. 1 પ્રતિ દિવસના રૂ. 2 પ્રતિ દિવસ કર્યા

  • કોમર્શિયલ મિલકતો માટે જુદા જુદા દર સૂચવવામાં આવ્યાં

  • તંત્રના વધતા ખર્ચ વિવિધ વિકાસ પ્રોજેક્ટ અને આવકને ધ્યાને રાખી વેરામાં વધારો કર્યો

  • સરકાર સાથે ચર્ચા કર્યા બાદ જ ડ્રાફ્ટ બજેટમાં વેરા વધારાની જોગવાઇ મૂકવામાં આવી

  • વોટર પ્રોજેકટ માટે રૂપિયા 294.75 કરોડની જોગવાઈ

  • ડ્રેનેજ પ્રોજેકટ માટે રૂપિયા 397 કરોડની જોગવાઈ

  • રોડ પ્રોજેકટ માટે રૂપિયા 490.55 કરોડની જોગવાઈ, પાંચ આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવશે, વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી ક્રોકિંટના 16 રોડ બનાવાશે

  • બ્રિજ પ્રોજેકટ માટે રૂપિયા 140.40 કરોડની જોગવાઈ, આગામી સમયમાં નવા 9 બ્રિજ બનાવવાનું આ આયોજન

  • એએમટીએસ અને બીઆરટીએસની વધુ સરળ બનાવા માટે રૂપિયા 542 કરોડની જોગવાઈ

  • કમિશ્નર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરી આગામી દિવસોમાં સ્ટેન્ડીંગ કમિટી આપશે આખરી મંજૂરી

Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Municiple corporation, Ahmedabad news, AMC News

विज्ञापन