har ghar tiranga : એએમસી (AMC) દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક સામાન્ય વ્યક્તિ અથવા ઘર દિઠ કે દુકાન દિઠ ૨૫ રૂપિયામાં તિંરગો આપશે. એએમસીએ દાવો કર્યો છે કે કોઇ તિંરગો વિના મુલ્યે આપશે નહી.
અમદાવાદ : આઝાદીના અમૃત મહોત્સવ (azadi amrut mahotsav) ની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર (State Goverment) દ્વારા હર ઘર તિંરગા (har ghar tiranga) અભિયાન શરૂ કરશે. જે અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકા (ahmedabad municipal corporation) પણ ઓગષ્ટ મહિનામાં ૧૧ તારીખ થી ૧૭ તારીખ સુધી હર ઘર અભિયાન ચલાવશે. એએમસી સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો હતો કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ૨૨ લાખ તિરંગા પાંચ કરોડના ખર્ચે ખરીદાશે. શહેરમાં દરેક ઘર દિઠ અને દુકાન તેમજ મોલ દિઠ તિરંગા અપાશે. AMC તિરંગાની ખરીદી કરશે, અને એક તિરંગા દિઠ અંદાજીત ૨૫ રૂપિયા લેવામા આવશે.
AMC સ્ટેન્ડિગ કમિટી ચેરમેન હિતેશભાઇ બારોટ માહિતી આપતા જણાવ્યુ હતું કે, લોકોમા દેશ ભાવના વધે તે માટે સરકાર દ્વારા આ અભિગમ અપનાવ્યો છે. દેશમાં એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજ્ય સરકાર સુચના મુજબ અમદાવાદ મહાનગર પાલિકા પણ હર ઘર તિરંગા અભિયાન ચલાવશે. સ્થાનિક કાઉન્સિલરો, સામાજિક સંસ્થાઓ અને આગેવાનો સાથે રાખી કામ કરાશે. એક અંદાજ મુજબ શહેરમાં રહેણાક અને દુકાન મળી કુલ ૨૨ લાખ પ્રોપર્ટી છે. ત્યારે દરે ઘર દિઠ અને દુકાન કે મોલ દિઠ તિરંગા લગાવામાં આવે તેવું આયોજન કરાયું છે. એએમસીએ ૨૨ લાખ તિંરગાનો ઓડર આપ્યો છે, જેની પાછળ ૫ કરોડનો ખર્ચે કરશે. દરેક સામાન્ય વ્યક્તિ અથવા ઘર દિઠ કે દુકાન દિઠ ૨૫ રૂપિયામાં તિંરગો આપશે. એએમસીએ દાવો કર્યો છે કે કોઇ તિંરગો વિના મુલ્યે આપશે નહી.
આજની મિટીંગમાં પબ્લિસિટી ખાતા દ્વારા રજૂ કરવામાં આવેલ કામમાં તા. ૧૧-૦૮-૨૦૨૨ થી તા. ૧૭-૦૮-૨૦૨૨ દરમ્યાન આયોજીત “હર ઘર તિરંગા” કાર્યક્રમ અન્વયે મહાનગરપાલિકાના તમામ વોર્ડોમાં આવેલ તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગો અને વેપારીગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ તેમજ અન્ય સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવાના આયોજનના ભાગરૂપે જરૂરી સંખ્યામાં રાષ્ટ્રધ્વજની ખરીદી કરવા, રાષ્ટ્રધ્વજના વહેંચણી/વેચાણ માટેના સ્ટોલ લગાવવાની વ્યવસ્થા કરવા તથા એએમસી વિસ્તારના તમામ લોકોને માહિતગાર કરવા જરૂરી પ્રચાર-પ્રસારની કામગીરી કરવા અંગે થનાર જરૂરી તમામ ખર્ચ તથા કાર્યવાહી કરવાના કામને મંજૂરી આપેલ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર